ગોળનો આ નાનકડો પ્રયોગ ગેસ, એસિડિટી, મોંના ચાંદા, પાચનના રોગ, કફ અને શ્વાસની તકલીફને તરત મટાડી દેશે, જાણો અને શેર કરો
ગોળમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ રહેલાં છે. આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ.
આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે
ગોળ પચવામાં હળવો અને સ્વાદમાં મીઠો હોવાની સાથે શરીરના દોષોનો નાશ કરનાર છે. જો રોજ ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી ઘણાં લાભ મેળવી શકાય છે. ગોળમાં ઝિંક, સેલેનિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ફાયબર, આયર્ન જેવા ન્યૂટ્રિઅન્ટ્સ પણ મળી રહે છે. ગોળ ખાવાથી લોહી સાફ રહે છે.
રોજ ચામાં ખાંડની જગ્યાએ ઓર્ગેનિક ગોળ નાખીને પીવાથી વજન વધતું અટકે છે. તેને ખાવાથી શરીરમાં લોહીની કમીની પ્રોબ્લેમ દૂર થાય છે અને બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
ગોળનું સેવન કરવાથી બોડીમાં રહેલાં ટોક્સિન્સ પણ દૂર થાય છે. ગોળ ખાવાથી સ્કિન અને લિવરની સારી રીતે ક્લિનીંગ થઈ જાય છે.
રોજ ભોજન કર્યા બાદ ગોળનો નાનો ટુકડો ચૂસવાથી ગેસ, એસિડિટી, મોંના ચાંદા, હૃદયની દુર્બળતા, મોંમાં ખાટું પાણી આવવું વગેરે જેવી તકલીફો દૂર થાય છે.
ડાયાબિટીસના દર્દીઓએ ગોળનું સેવન કરવું નહીં. હેલ્ધી વ્યક્તિએ એક દિવસમાં 15 ગ્રામ ગોળ ખાવો જોઈએ.
આદુ સાથે ગોળનું સેવન કરવાથી કફ મટે છે. સુંઠ સાથે ગોળ લેવાથી વાયુ મટાડે છે. ગોળ વાત, પિત્ત અને કફ એમ ત્રણેય દોષને દૂર કરનાર છે.
પથરીના રોગ હોય, શ્વાસની તકલીફ હોય કે યુનિરનની બીમારી હોય તેઓએ ગોળનું સેવન કરવું.
શરીરમાં વાત, પિત્ત અને કફનું સંતુલન બગડે એટલે અનેક બીમારીઓ આવે છે, આવા સંજોગોમાં ગોળ આ સંતુલન સાધવામાં મદદ કરે છે.
મહિલાઓને ગર્ભાશયની બીમારીમાં પણ ગોળ લાભકારક છે.
ગોળ પાચનશક્તિ મજબૂત કરે છે, ચહેરાની ચમક વધારે છે અને લોહીના પરિભ્રમણને સુધારે છે.
ગોળમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે, જેથી રોજ થોડી માત્રામાં તેનું સેવન કરી લેવાથી શરીરમાં હીમોગ્લોબિનની ઉણપ સર્જાતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..