અરડૂસીના પાનથી મોંમાં પડેલા ચાંદા તેમજ સુકી ઉધરસમાં તરત જ મળશે રાહત, અરડૂસીના પાન છે ખૂબ જ ગુણકારી જાણો તેના ફાયદા

દુનિયાભરમાં અનેક બીમારીઓનો ઇલાજ ઘરમાં જ અને તે પણ રસોડામાં મળી જાય છે. એવામાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ અરડુસીના પાનથી થતા ફાયદા.. આ એક ઝાડીદાર છોડ છે અને તેના ફુલ સફેદ હોય છે તમને જણાવી દઇએ કે આ ઝાડ જડી બુટ્ટી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આજે અમે તમને જણાવીશું તેનાથી થતા ફાયદાઓ…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મોંમાં થયેલા ચાંદા કરશે દૂર

અરડુસીના બે-ત્રણ પાન ચાવીને તેના રસને ચુસવાથી ચાંદા સારા થાય છે. તમે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ચાવેલા પાનનો રસ ચુસીને થુંકી દેવો જોઇએ.

દાંત અને જડબાના દુખાવો

અરડુસીના લાકડાથી દાંતણ કરવાથી દાંત અને જડબામાં થતા દુખાવાની સમસ્યા સારી થાય છે. તેની સાથે તેનાથી નિયમિત રીતે દાંતણ કરવામા આવે તો દાંતના દુખાવો દૂર થાય છે.

શ્વાસ સંબંધિત રોગ માટે

અરડુસીના તાજા પાનનો રસ નીકાળ્યા બાદ તેમા મધ મિક્સ કરીને ચાટવાથી ઉધરસ અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ સારી થાય છે. તેની સાથે જ સુકી ઉધરસ દૂર કરવા માટે અરડુસીના પાન, મુનક્કા અને સાંકળનો ઉકાળો દિવસમાં ત્રણ ચાર વખત પીવાથી આ સમસ્યાથી રાહત મળે છે.

માસિક ધર્મમાં ઉપયોગી

મહિલાઓને માસિક ઘર્માં અનિયમિતતાને લઇને તમે અરડુસીના પાનનો ઉપયોગ કરી શકો છો. અરડુસીના 10 ગ્રામ પાનસ મુળો અને ગાજરના બીજ 6 ગ્રામ લઇને અડધો લીટર પાણીમાં ઉકાળો અને જ્યારે આ પાણી અડધુ રહી જાય તો આ ઉકાળો પીવાથી માસિક ધર્મની સમસ્યા સારી થઇ જાય છે. તેની સાથે જ વધારે રક્તસ્ત્રાવની સમસ્યા પણ દૂર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો