માથાનો દુખાવો થતો હોય તો ન કરતાં આ ભૂલો, નહીં તો થશે ગંભીર નુકસાન, ઉપાયો જાણો અને શેર કરો

આજકાલ હળવા માથાના દુખાવામાં પણ લોકો પેનકિલર લેતા હોય છે. લાંબા સમય સુધી નિયમિતપણે પેનકિલર લેવાથી તીવ્ર દુખાવો ઉત્પન્ન થઈ શકે છે. અને આ દુખાવો પછી દવાઓ લેવાથી પણ જતો નથી. ન્યૂરોલૉજિકલ પ્રોબ્લેમ પણ વધી જાય છે. રૂટીનમાં લેવાતી એલર્જી, એસિડિટી, નર્વપેઈન, બ્લડ અને શુગર મેડિસિનનો હદ કરતા વધુ ઉપયોગ નુકસાનદાયી સાબિત થઈ રહ્યો છે. ચાલો જાણીએ માથાના દુખાવામાં દવાઓ ખાવાથી થતાં નુકસાન.

માથાના દુખાવાના પ્રકાર

માથાના દુખાવાના પણ વિવિધ પ્રકાર હોય છે. જેમ કે, ટેન્શન હેડેક, ક્લસ્ટર હેડેક, માઈગ્રેન, હોર્મોનલ હેડેક, કેફીન હેડેક, એલર્જી અને સાઈનસ હેડેક, પ્રાઈમરી અને સેકન્ડરી હેડેક. ડોક્ટરને બતાવ્યા બાદ નિદાન થાય છે કે દર્દીને કયા પ્રકારનો માથાનો દુખાવો થઈ રહ્યો છે.

આવો દુખાવો છે નુકસાનકારક

વ્યક્તિ દિવસભર કોઈ કામ કરી શકતી નથી. આખો દિવસ ચીડિયાપણું રહે છે અને સૂઈ રહે છે. માથાના દુખાવાની ગોળીઓ ખાય છે. પછી માથાનો દુખાવો વધે છે.

માથાનો દુખાવો થવાથી ડૉક્ટરની સલાહ મુજબ પેઈનકિલર લેવાનું શરૂ થાય છે. પેનકિલરથી રાહત થાય એટલે દર્દી પોતાની ઈચ્છામુજબ દવાનું પ્રમાણ વધારી દેતા હોય છે. જેને લીધે એક ચોક્કસ પ્રમાણથી વધુ અને સતત દવાઓ ખાવાથી એક અલગ દુખાવો પેદા થાય છે, આ માથાનો દુખાવો માઈગ્રેનથી અલગ પ્રકારનો હોય છે.

પેઈનકિલર લાંબા સમય સુધી લેવાથી લોકોને માથાનો દુખાવો થઈ જાય છે. આ દુખાવો એટલો તીવ્ર હોય છે કે કોઈપણ દવાથી સારું થતું નથી. કારણ કે દર્દી પહેલા જ પેઈનકિલર ખાઈ ચૂક્યાં હોય છે.

આ દુખાવામાં સારવાર મુશ્કેલ હોય છે. સારવારના ભાગરૂપે દર્દીને આ દવાઓ આપવાનું બંદ કરવામાં આવે છે. દર્દીનું ડિટૉક્સિફિકેશન કરવામાં આવે છે. એટલે કે શરીરમાંથી સંપૂર્ણ ટૉક્સિન કાઢવામાં આવે છે. પેઈનકિલર વિના દુખાવાની સારવાર કરવામાં આવે છે. તેના માટે જીવનશૈલીમાં ફેરફાર, પ્રાણાયામ અને મેડિટેશન કરાવવામાં આવે છે. આ દુખાવાની સારવારમાં ત્રણ મહિનાનો સમય લાગે છે.

ડોક્ટરની સલાહ વિના માથાનો દુખાવો, શરદી અને ખાંસીમાં એન્ટીબાયોટિક્સ લેવી પણ નુકસાનકારક છે. મોટાભાગે લોકો એન્ટીબાયોટિક્સનો કોર્સ પૂરો કરી શકતા નથી. પરીણામે પ્રતિકારકતા વિકસે છે. પાચનક્ષમતા બગડે છે. માટે એન્ટીબાયોટિક્સના વધુ પડતા વપરાશથી દૂર રહો.

ઉપાયો

માથાના દુખાવાનો સૌપ્રથમ ઉપાય તો આરામ છે. પૂરતી ઊંઘ, પૂરતો આહાર અને પ્રસન્ન મન હોય તો ભાગ્યે જ માથાનો દુખાવો થાય અને થાય તો તરત મટી પણ જાય. એ માટે દર વખતે દવા, ગોળી લેવાની જરૂર નથી. પણ જો વારંવાર માથાનો દુખાવો રહેતો હોય કે આધાશીશી હોય તો જાણે દવા લેવી જરૂરી થઇ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો