NDRF જવાનોના પગમાં છાલા પડી ગયા છે છતા પણ પૂરમાં ફસાયેલાં લોકોના જીવ બચાવી રહ્યા છે, આવા જવાનોને સો સો સલામ છે.
હાલ ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં પૂરની સ્થિતિ છે. હજારો લોકો પાણીમાં ફસાયેલા છે, ત્યારે તેમના માટે NDRFના જવાનો તારણહારની ભૂમિકા ભજવી રહ્યા છે. કુદરતી આપદા આવે ત્યારે બચાવ કામગીરી માટે સૌથી પહેલી NDRFની ટીમ જ દોડીને આવે છે. જોકે, આ ફોર્સના જવાનોનું કામ પણ ખાસ્સું પડકારજનક હોય છે. તેમાંય સૌથી મોટો પડકાર સતત પાણીમાં રહેવાનો હોય છે.
NDRFના જવાનો બોટ કે ટ્યૂબ દ્વારા પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવતા હોય છે. દિવસ-રાત જોયા વિના કામ કરતા આ જવાનો સતત પાણીમાં જ રહેતા હોય છે. જેના કારણે તેમને પગમાં ઈન્ફેક્શન પણ લાગી જતું હોય છે. જોકે, તેઓ હાલની સ્થિતિમાં તેની પણ પરવાહ કર્યા વિના રાહતકાર્યમાં જોડાયેલા છે.
यह वे पैर जो पिछले 5 दिनों से पानी में है , ज़ख़्मी है ,लेकिन अभी भी चलने को तैयार है , ऐसे जज़्बे को सलाम ।@NDRFHQ #Hattsoff #NDRF#Kolhapurfloods#Shirol #rescue#FloodFury#FloodRelief pic.twitter.com/xznkSPQRev
— Aman Sayyad. (@journo_aman) August 10, 2019
મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિમાં ફરજ બજાવી રહેલા બે જવાનોની તસવીરો એનડીઆરએફના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. જેમાં પગમાં ઈન્ફેક્શ થયું હોવા છતાંય પોતાની વેદનાને વિસરીને આ જવાનો લોકોને બચાવી રહ્યા છે તે બદલ તેમના જુસ્સાને બિરદાવવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.