રાજકોટમાં બાળકો સાથે ટ્રિપલ સવારીનો દંડ માંગતા મહિલાનો આક્રોશ, કહ્યું: હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારે બાળકોને ક્યાં મૂકવા જવાં?
તાજેતરમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વોર્ડન દ્વારા લોકોને નહીં રોકવાના આદેશો આપ્યા બાદ પણ કોઈ ને કોઈ બાબતે પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ થતું રહે છે. ત્યારે રાજકોટના કોઠારિયા નજીક આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા સાથે બાળક હોવાને કારણે પોલીસે તેમને અટકાવી ટ્રિપલ સવારીનો દંડ માગ્યો હતો. એને લઈ ઉશ્કેરાયેલી આ મહિલાએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક વીડિયો વાઇરલ કર્યો હતો. એમાં તેણે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ઉદ્દેશીને કહ્યું હતું કે હર્ષભાઈ સંઘવી, તમે સારું કામ કરો છો, પણ અમારે અમારાં બાળકોને ક્યાં મુકવા જવાં ?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કોઠારિયા પોલીસચોકી નજીકથી આશા પટેલ નામની આ મહિલાએ બનાવેલા વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે અહીં ત્રણ સવારી બાળકોને બેસાડવાનો દંડ લેવામાં આવે છે. તો તેમને ક્યાં મૂકવા જવાનાં ? હું હર્ષભાઈ સંઘવીને કહું છું કે તમે અમને ખૂબ જ સાથ અને સપોર્ટ આપો છો, પણ આ બાળકોને લઈને ત્રણ સવારી જઈએ તો અમારે ક્યાં જવાનું ? તમે આ અંગે ખાસ ધ્યાન આપજો, અમે તમને સાથ-સહકાર આપી છીએ, પણ જ્યાં અન્યાય હશે ત્યાં અમે બોલીશું.
મમ્મી-પપ્પા બાઇકમાં જાય અને છોકરાવને રિક્ષામાં મોકલે ?
વધુમાં મહિલાએ કહ્યું હતું કે એક દાદા બાળકને લઈને જતા હતા. અમારા સેવાવાળાં બહેનો પણ બાળકોને લઈને જતાં હતાં. તો પોલીસ કહે છે, ત્રણ સવારીનો દંડ લાવો. આ દંડના પૈસા ઉઘરાવો છો, પણ નેતાઓ હજારોની સંખ્યામાં રેલી કાઢે છે ત્યારે કેમ કાઈ બોલતા નથી ? ત્યારે નિયમો નડતા નથી, સામાન્ય માણસને લૂંટવામાં બધું નડે છે ? ત્રણ સવારીની વાત કરો છો, છોકરાને ક્યાં મૂકવા જવા ? મમ્મી-પપ્પા બાઇકમાં જાય અને છોકરાવને રિક્ષામાં મોકલે ?
વધુમાં મહિલાએ કહ્યું હતું કે આ હવે અમારી હદ થઈ ગઈ છે, આ સરકાર સરસ કામ કરે છે. પોલીસ સારી કામગીરી કરે છે, પરંતુ અહીં નાના માણસોને હેરાન કરવામાં આવે છે, એટલે તમે ખાસ ધ્યાન આપજો કે કેટલી પબ્લિક આ મુદ્દે હેરાન થાય છે. સંઘવી સાહેબ સુધી આ વીડિયો પહોંચવો જોઈએ. અમે અત્યારે જમાડવા જતા હતા અને બાળક સાથે હતું તો કહે છે કે ત્રણ સવારી છે. ત્રણ સવારીના નામે લૂંટવાના ક્યારેક માસ્કના નામે લૂંટવાના, આ કરતા પબ્લિકના ઘરમાંથી પૈસા લઈ જાય છે. હું એક સામાજિક કાર્યકર છું અને આ વાત સંઘવી સાહેબ સુધી પહોંચાડવી મારી ફરજ છે.
પોલીસ મૂકપ્રેક્ષક બની હતી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે સુશાસન સપ્તાહની પૂર્ણાહુતિ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અને તેમનો ભવ્ય રોડ-શો પણ યોજાયો હતો. આ રોડ-શોમાં કોરોનામાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોની સાથે ટ્રાફિકના નિયમોનો પણ સરેઆમ ભંગ થયો હતો, જેમાં અમુક ટીખળખોરો બેફામ બન્યા હતા અને બાઈકના સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં, સામાન્ય લોકો સામે દંડનો ધોકો પછાડતી પોલીસ આ તકે મૂકપ્રેક્ષક બની ગઈ હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..