હબીપુરાના ખેડૂત હરમાનભાઇ પટેલે ઇન્ટરનેટ પર સર્ચ કરી ડ્રેગનફ્રુટની ખેતી કરી, આવક થઇ બમણી
ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામના ખેડૂતે ઇન્ટરનેટ પર સર્ચ કરી આધિનિક ખેતીની જાણકારી મેળવતા તેમા ખેડુતને ડ્રેગનફ્રુટ નામના થાઈલેન્ડના ફળની ખેતી તરફ ધ્યાન બેઠુ હતું. જેથી ડ્રેગનફ્રુટની ખેતી માટે જાણકારી લેવા માટે તેઓ મહારાષ્ટ્રના નંદુરબારથી 60 રૂપિયાના ભાવે 400 છોડની ખરીદી કરી ટપક સિંચાઇ પદ્ધતિ દ્વારા થતી ખેતીની શરૂઆત કરતા પ્રથમ પાકની આવક સારી થતા હવે પરીપકવ છોડવા થયા બાદ વધુ આવક થશેનું જાણતા બીજા 2400 છોડની રોપણી કરાતા કુલ 2800 છોડ રોપી દેતા આવતે વર્ષે ખેડૂતને તેના આવકનો સ્ત્રોત જોવા મળશે હાલ 400 છોડવા પર 400 ફળ ઉગી રહેલા હોય ઘર બેઠા વેપારીઓ ખરીદી કરવા આવી રહ્યાં છે.
મોટા હબીપુરા ગામના ખેડૂત હરમાનભાઇ દયાલભાઇ પટેલ પોતાની ખેત જમીનમાં કંઇક નવું કરવાની અને વધુ આવક કરવાની વેતરણમાં હતાં. ત્યારે ઇન્ટરનેટ પર સર્ચ કરી ડ્રેગનફ્રુટની ખેતી તરફ ધ્યાન બેસતા હરમાનભાઇ પટેલે તે માટે જરૂરી માર્ગદર્શન માટે મહારાષ્ટ્રના નંદુરબાર પાસેના ગામની મુલાકાત કરી ડ્રેગનફ્રુટની જાણકારી મેળવી કચ્છના નલીયા ખાતે જઈ ત્યાં ફાર્મ હાઉસમાં થયેલ ખેતી જોઇ અવાચક થઈ ગયા અને પ્રેરણા મળતા ડ્રેગનફ્રુટની ખેતી માટે મહારાષ્ટ્રથી છોડ મંગાવ્યા જે મોટાહબીપુરા ખેતર સુધી આવતા એક છોડ રૂપિયા 60માં પડતા 400 છોડનું પ્રથમ વાવેતર કર્યું હતું. ડ્રેગનફ્રુટની ખાસ વિશેષતા એ પણ છે કે તેમાં કેલેરી પુષ્કળ પ્રમાણમાં હોવાથી લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને કેન્સર, ડેન્ગ્યુ, સ્વાઇનફ્લૂ જેવા રોગો સામે ઔષધમાં પણ ઉપયોગી કહેવાય છે. જેથી એક નંગ 80 રૂપિયા ભાવે વેચાય છે. તેમજ એક કિલોના 300થી 400 રૂપિયા સુધીનો ભાવ બોલાય છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.