રાજા હરિશચંદ્રના લગ્નજીવન સાથે જોડાયેલી વાતો-

લગ્નજીવન એ લોકોનું જ સૌથી વધુ સુખી રહેતું હોય છે, જેના જીવનમાં 1-પ્રેમ, 2-ત્યાગ, 3-સમર્પણ, 4-સંતોષ અને 5-સંસ્કાર આ પાંચ વાતો હોય. આ પાંચ વાતો વગર દાંપત્ય જીવનનું અસ્તિત્વ જ નથી. દાંપત્ય જીવનને શ્રેષ્ઠ બનાવવાં માટે આ પાંચ વાતો જીવનમાં ઊતારવી જરૂરી છે. સુખી અને સફળ દાંપત્યના બધા સૂત્ર રાજા હરિશચંદ્રના જીવન દ્વારા સમજી શકાય છે.

પતિ-પત્ની માટે જરૂરી છે પ્રેમ, ત્યાગ અને સમર્પણ જેવી 5 બાબતો, તેનાથી જ દાંપત્ય જીવન રહે છે સુખી.

રાજા હરિશચંદ્રના લગ્નજીવન સાથે જોડાયેલી વાતો-

મહાન રાજા હરિશચંદ્રનું ચરિત્ર અને તેની પત્ની તારામતિની સાથે તેમના દાંપત્ય સાથે જોડાયેલી ઘણી વાતો સમજી શકાય છે. રાજા હરિશચંદ્ર પોતાના સત્યવ્રત (હંમેશાં સત્ય બોલવાં) માટે જાણીતાં હતાં. તેઓ હંમેશાં સત્ય બોલતાં હતાં, તેમના આ સત્યવ્રતમાં તેમની પત્ની તારામતિ પણ પૂરો સાથ આપતી હતી. તારામતિ એવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થવા દેવી ન હતી જેનાથી હરિશચંદ્રની સત્યપરાયણતા ભંગ થાય.

રાજા હરિશચંદ્રના લગ્નજીવન હતાં પાંચ તત્વો-

રાજા હરિશચંદ્રના દાંપત્ય જીવનમાં પાંચ તત્વો કામ કરી રહ્યાં હતાં જેમાં પહેલું તત્વ પ્રેમ રહતું, હરિશચંદ્ર અને તારામતિના દાંપત્યનો પહેલો આધાર પ્રેમ હતો. હરિશચંદ્ર તારામતિને એટલો પ્રેમ કરતો હતો કે તેને પોતાના સમકાલીન રાજાઓની જેમ ક્યારેય બીજા લગ્ન કર્યા ન હતાં. એક પત્નીવ્રતનું પાલન કર્યું. તારામતિ માટે પતિ જ સર્વસ્વ હતાં, પતિના કહેવાથી તારામતિએ તરત જ બધા સુખ અને રાજમહેલ છોડીને તેણે દાસીરૂપ ધારણ કર્યું હતું. આ તેમની વચ્ચે સમર્પણ અને ત્યાગની ભાવના બતી.

હરિશચંદ્ર અને તારામતિને ક્યારેય એકબીજાને કોઈ વાતને લઈને ફરિયાદ કરી ન હતીં. જીવનમાં જે મળ્યું તેને ભાગ્ય માનીને સ્વીકાર કર્યું અને જીવનમાં સંતોષ રાખ્યો હતો. બંને જણાએ આ સંસ્કાર પોતાના પુત્રને પણ આપ્યાં હતાં. પ્રેમ, સમર્પણ, ત્યાગ, સંતોષ અને સંસ્કાર આ પાંચ ભાવ તેમના દાંપત્ય જીવનમાં વણાયેલાં હતાં, એટલા માટે રાજપાઠ છીનવાઈ ગયા પછી પણ તેઓ પોતાનો ધર્મ નિભાવતાં રહ્યાં અને આ પાંચ તત્વોની શક્તિથી જ તેમને ખોવાયેલો રાજપાઠ પાછો મેળવ્યો હતો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો