યુ.કે.લેવા પટેલ કોમ્યુનિટીના પૂર્વ પ્રમુખ હરિલાલ હાલાઈનું લંડન ખાતે અવસાન
મૂળ માધાપરના લંડન નિવાસી હરિલાલ હાલાઈ કે જેઓ કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે.ના પ્રમુખ પદે એંશીના દાયકામાં સેવાઓ આપી હતી. તેઓ બ્રિટન હિન્દુ ફોરમના કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા હતા. હાલ સેવા ઈન્ટરનેશનલ યુ.કે. ના માધ્યમે હિન્દુ સનાતન પ્રવૃતિઓમાં પ્રવૃત હતા. કચ્છ માં પણ આર.એસ.એસ.ના આયોજનોમાં હાજરી આપતા હતા. કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રસંગોમાં તેઓ ખાસ હાજરી આપવા તત્પર રહેતા. 67 વર્ષિય શ્રી હાલાઈ માધાપર ખાતે પૈતૃક ગામમાં અવાર નવાર આવતા અને સામાજિક સેવાકીય આયોજનોમાં ભાગ લેતા હતા. તા. 8/1/2019 , મંગળવારની સવાર 4 વાગ્યાના મળશકે લંડન ખાતેના તેમના નિવાસ સ્થાને હૃદયરોગના તીવ્ર હુમલા સામે ઝઝૂમતાં અંતિમ શ્વાસ લઈ આ સમાજને અલવિદા કહી હતી. તેઓ ભારતના અને ખાસ મોદી સાહેબની પ્રવૃત્તિઓના ચાહક હતા. યુવાનો માટે પ્રોત્સાહક રહેવા પ્રયાસ કરતા.
એકવાર તેમણે સમાજની સમિતિઓમાં મહિલાઓને સરખે સરખી સંખ્યામાં સ્થાન આપવા સૂચન કર્યું હતું.. તેમના પૂત્ર પરિવાર સૌ લંડન ખાતે હોઈ તેમના દેહના અંતિમસંસ્કાર સ્થાનિક લંડન ખાતે કરાશે… સદગતની વિદાયને ખોટ ગણાવતાં કચ્છી લેવા પટેલ સમાજ પ્રમુખ હરિભાઈ હાલાઈ, મંત્રી રામજી સેંઘાણી , અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા,મંત્રી કેશરાભાઈ પિંડોરિયા, યુવક સંઘ પ્રમુખ મનજીભાઈ પિંડોરિયાએ ભુજ સમાજની ત્રણેય પાંખો અને ચોવીસી વતી શ્રધ્ધાંજલિ અર્પી હતી. યુ.કે કોમ્યુનિટી પ્રમુખ માવજીભાઈ ધનજી વેકરીયાએ કહ્યું ; યુ.કે સમાજે સહ્રદય હિતચિંતક ગુમાવી દીધો છે. ઉપ પ્રમુખ વેલજી વેકરીયા, મંત્રી સૂયકાંત વરસાણીએ દીલસોજી પાઠવી હતી. ભુજ સમાજ સહમંત્રી રમેશ હાલાઈએ જણાવ્યું કે સામાન્ય દુ:ખાવા પછી આવેલા હુમલાએ પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું. સદગતના ભાઈ સબંધીઓએ દુ:ખદ ઘટનાની પુષ્ટિ કરી હતી.
નાઈરોબી સમાજ પ્રમુખ ભીમજીભાઈ હાલાઈ,મોમ્બાસા સમાજ પ્રમુખ ધનજીભાઈ પિંડોરીયા, માધાપર લેવા પટેલ સમાજવાડી અને જ્ઞાતિ મંડળે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
પ્રભુ એમાના આત્માને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..