છોડ માટેનું ‘ટૉનિક’ બનાવી આ ખેડૂત કરે છે 6 લાખની કમાણી, જાણો કેવી રીતે થાય છે કામ

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં રહેનાર હરિદાસ કુંભર અંગૂરની ખેતી કરે છે. ખેતી કરતા સમયે તેમણે વિચાર્યુ કે મહેનત સામે એટલું વળતર નથી મળી રહ્યું. સમય પર ખાતર, પાણી આપ્યા બાદ પણ છોડ સારી રીતે વિકસિત નથી થઇ રહ્યા. સાથે જ ઉપજની ક્વોલિટી પણ સારી નથી. આ પ્રોબ્લેમમાંથી નિકળવા માટે તેમણે ઘણી રિસર્ચ કરી અને તેમને ‘ટોનિક’ બનાવવાનો આઇડિયા આવ્યો. આ પ્રોડક્ટ થકી હરિદાસ વર્ષે 6 લાખથી વધારેની કમાણી કરી રહ્યા છે.

એગ્રી બિઝનેસ સેન્ટરથી લીધી ટ્રેનિંગ

છોડ માટે પીજીઆર બનાવવા હરિદાસે સરકાર દ્વારા ખેડુતો માટે ચલાવવામાં આવતા પ્રોગ્રામ એગ્રી ક્લિનિક એન્ડ બિઝનેસ સેન્ટર્સમાંથી ટ્રેનિંગ લીધી.
ટ્રેનિંગ સમયે તેમણે વિભિન્ન પ્રકારના છોડના ગ્રોથ માટે જરૂરિયાત પોષક તત્વો વિશે જાણકારી પ્રાપ્ત કરી.

હરિદાસે વિભિન્ન પ્રકારના છોડના ગ્રોથ માટે જરૂરિયાત પોષક તત્વો વિશે જાણકારી પ્રાપ્ત કરી

તેમણે જાણ્યું કે માનવીના જેમ છોડને પણ પ્રજનન તેમજ અન્ય કાર્યો માટે વધારે માત્રામાં નૂટ્રીએન્ટ્સની જરૂર પડે છે. જેનાથી છોડનો ગ્રોથ સારો થાય છે અને ફળ પણ વધારે વિકસિત થાય છે.

1 લાખથી કરી શરૂઆત

ટ્રેનિંગ બાદ હરિદાસે પ્લાંટ ગ્રોથ રેગ્યુલેટર્સ બનાવવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યુ.
પોતાની જમીન પર 1 લાખ રૂપિયાના ખર્ચે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવ્યો.
મહારાષ્ટ્રના બે જિલ્લામાં 1500થી વધારે કિસાનોએ આ પ્રોડક્ટનો ઉપયોગ કરી પોતાના ઉપજમાં 30 ટકાનો વધારો મેળવ્યો.

હરિદાસે પ્લાંટ ગ્રોથ રેગ્યુલેટર્સ બનાવવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યુ

વર્ષમાં કમાય છે 6 લાખ

હરિદાસ આ પ્લાન્ટ દ્વાર વર્ષે 6 લાખ રૂપિયા સુધી કમાય છે. તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ રૂપિયા છે.
હાલમાં તે નાના સ્તરે પ્રોડક્ટ બનાવી રહ્યા છે, કારણકે મોટા પ્રોડક્શન માટે વધારે ઇંવેસ્ટમેંટની જરૂર પડે છે.
પીજીઆરના વપરાશ માટે સૌથી સરળ માર્ગ ડ્રેચિંગ છે. આ પ્રકારથી પીજીઆરનો ઉપયોગ કરવાથી છોડનો વિકાસ સારી રીતે થાય છે.

હરિદાસ આ પ્લાન્ટ દ્વાર વર્ષે 6 લાખ રૂપિયા સુધી કમાય છે
હાલમાં તે નાના સ્તરે પ્રોડક્ટ બનાવી રહ્યા છે

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો