અમદાવાદમાં હાર્ડવેરના વેપારીએ કેનાલમાં કૂદીને આપઘાત કર્યો, છ લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરણાની ફરિયાદ દાખલ

નવરંગપુરામાં (Navrangpura)રહેતા અને રખિયાલમાં હાર્ડવેરનો ધંધો કરનારા વેપારીએ આપઘાત (Suicide In Ahmedabad)કરી લીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૃતક સંજય ભાઈ શર્માએ કઠલાલ પાસેની કેનાલમાં કૂદીને આપઘાત (Suicide)કર્યો છે. નવરંગપુરા પોલીસે (Ahmedabad Police)6 વ્યક્તિઓ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સમગ્ર બનાવની હકીકત એ મુજબની છે કે નવરંગપુરામાં રહેતા સંજય આર શર્મા રખિયાલમાં ગંજી ફરાક મિલ કમ્પાઉન્ડમાં ગોપાલ હાર્ડવેર નામની પોતાની દુકાન ધરાવે છે. જ્યાં તેમણે આર.એન.એસ્ટેટ બનાવ્યું છે. જેમાં કુલ 8 શેડ આવેલા છે. જે ભાડે આપેલ છે. ગત 11 ઓગસ્ટના રોજ સંજય ભાઈ નિયત સમયે પોતાની ગાડી લઈને નીકળ્યા હતા પરંતુ ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

આ સમય દરમિયાન મૃતક સંજય ભાઇના રૂમમાંથી તેમની પત્નીને એક ચોપડો મળ્યો હતો. જેમાં રમેશ શાહ, સંદીપ શાહ, બાબુ ભાઈ ચાવલા, ભરત ચાવલા, મહંમદ ફૈઝાન શેખ અને અમિત 6 લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેઓ સંજય ભાઈને આર.એન.એસ્ટેટના શેડ બાબતે હેરાન પરેશાન કરતા હોવાનું લખ્યું છે.

12મી ઓગસ્ટના દિવસે સાંજે સાતેક વાગ્યાની આસપાસ હરસોલી ગામની સીમની મુખ્ય નર્મદા કેનાલ માંથી સંજય ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના આધારે નવરંગપુરા પોલીસે મૃતક સંજય ભાઈની પત્નીના નિવેદન આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ અમદાવાદ શહેરમાં સબંધોની હત્યાનો કિસ્સો (crime news) સામે આવ્યો છે. પુત્રએ જ પિતાની હત્યા કરી છે. સરદારનગરમાં રહેતા પ્રિન્સ ગારંગેને પોતાના મોટા ભાઈ અંકુશનો ફોન આવ્યો કે પપ્પાએ મારી પત્નીની છેડતી કરી છે જેથી હું તેમની સાથે ઝઘડો કરવા જવું છું. ભાઈનો ગુસ્સો જોઈને પ્રિંસ મિત્રને ફોન કરીને ઘરે મોકલ્યો. ત્યારે અંકુશ પોતાના પિતા બ્રિજેશ ઉર્ફે બિરજુ સાથે મારપીટ કરી રહ્યો હતો. પાડોશીઓ અને મિત્રોએ તેને છોડાવ્યો હતો. પ્રિન્સ ઘરે પહોંચ્યો ત્યારે પિતા અને ભાઈ વચ્ચે ઝઘડો ચાલુ જ હતું.. આ ઝઘડા દરમિયાન આરોપી અંકુશે દસ્તાથી પિતાના મોઢાના ભાગે ઘા ઝીકી દીધો હતો. જેથી તેના પિતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો