આસ્થાનું કેન્દ્ર છે અમેરિકામાં આવેલુ આ હનુમાનજી મંદિર, લાગે છે ભક્તોની લાઈનો

ભારતભરમા દેવી-દેવતાના મંદિરોને આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. વિદેશમાં કાયમ માટે સ્થાયી થયેલા ભારતીયો અને ગુજરાતીઓમાં પણ આ જ આસ્થા હોય છે. જેથી તેઓ પણ તેમની નજીકના હિન્દુ મંદિરમાં પ્રાર્થના માટે જતા હોય છે. અમેરિકાના જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા શહેરમાં પણ એક વિશાળ હનુમાનજી મંદિર આવેલું છે. આલ્ફારેટ્ટાના આ મંદિરમાં પણ ભારતની જેમ જ સમગ્ર તહેવાર અને ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આલ્ફારેટ્ટાના આજુબાજુ વિસ્તારના લોકો માટે પણ આ હનુમાનજી મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. રામનવમી અને જગન્નાથ મહોત્વસ દરમ્યાન અહીં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અહીંના મંદિરની ખાસ વાત એ છે કે, ભારતમાં જોવા મળતી હનુમાનજીની પ્રતિમા કરતા અહીં અલગ પ્રતિમા છે.

આલ્ફારેટ્ટા હનુમાન મંદિરનો ઈતિહાસ

– માર્ચ 2010માં જ્યોર્જિયાના આલ્ફારેટ્ટામાં હનુમાન મંદિરના નિર્માણ કરવામાં આવ્યું.

– શ્રી સત્યનારાયણ આચાર્યલુ દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

– છ વર્ષ પહેલા અહીં સ્થાપના બાદ દાન, ભક્તો અને પૂજામાં આર્શિવાદ સાથે ઘણા ચમત્કાર પણ થયા હતા.

– પહેલીવાર મંદિરના દરવાજા ખોલતી વખતે જાહેરાત કરવામાં આવી હતી કે, જેઓ એક હજાર કે તેથી વધારે ડોલરનું દાન કરશે તેને મંદિરના ટ્રસ્ટ્રી બનાવવામાં આવશે.

– આ જાહેરાત બાદ અન્ય મંદિરોના પૂજારીઓ સહિત વીસથી વધારે લોકો આગળ આવ્યાં.

– આ સમયે મંદિરની આર્થિક પરિસ્થિતી એટલી હતી કે તમામ લોન ચૂકવવા સક્ષમ હતું.

– સાદીક માતાજી મંદિર ટ્રસ્ટના પહેલા પ્રેસિડેન્ટ બન્યા, જ્યારે રાકેશ ગર્ગ ખજાનચી અને રામ અરૂણાચલમ સેક્રેટરી બન્યા.

– પછીના વર્ષે રાકેશ ગર્ગનું નામ પ્રેસિડેન્ટ અને ખજાનચી તરીકે આવ્યું.

મંદિરમાં થયેલા ચમત્કાર

– મંદિરની જગ્યા ખરીદી કરવાની હતી ત્યારે પણ ચમત્કાર જોવા મળ્યો હતો.

– મંદિર પાસેની જગ્યાના માલિક ચોક્કસ કિંમત કરતા અડધી કિંમતે જગ્યા વેચવા રાજી થયા.

– જગ્યાની ખરીદી બાદ આયોજન કરાયેલા હવનમાં સાત ફૂટ લાંબો સાપ આવ્યો હતો.

– સાપે આખા મંદિરમાં ચક્કર મારીને હનુમાનજીના પગને ટચ કર્યા હતા. જેનો વિડીયો પણ વાયરલ થયો હતો.

– એક સમયે જર્મનીના સાધુ પ્રભુ પરમાત્મા ઓચિંતા આ હનુમાનજી મંદિરની મુલાકાતે આવ્યા હતા. જેમણે મંદિરના બેન્ક એકાઉન્ટની માહિતી માગી હતી.

– જર્મની પરત ફર્યા બાદ આ સાધુએ એક હજાર ડોલર ટ્રાન્સફર કર્યા હતા. એટલું નહીં મંદિરની જગ્યા માટે લેવામાં આવેલી તમામ લોનની ચૂકવણી કરી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો