અહીંયા ડૉક્ટર તરીકે પૂજાય છે હનુમાનજી, કેન્સર પણ મટી જાય છે!

હનુમાનજી પાસે છે બધા રોગોનો ઈલાજ

દેશમાં એક એવું મંદિર છે જ્યાં હનુમાન દાદાને ભગવાનના રૂપમાં પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરમાં લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. શ્રદ્ધાળુંઓનું માનવું છે કે, ડો. હનુમાન પાસે બધા પ્રકારના રોગોનો રામબાણ ઈલાજ છે.

ડોક્ટરના રૂપમાં બતાવ્યો ચમત્કાર

આ મંદિર સાથે જોડાયેલી માન્યતા છે કે એક સાધુ શિવકુમાર દાસને કેન્સર હતું. તેને હનુમાનજીએ મંદિરમાં ડોક્ટરને વેશમાં દર્શન આપ્યા. જે બાદ સાધુ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા.

બીમારીના ઈલાજ માટે આવે છે લોકો

માનવામાં આવે છે કે રોગો માટે હનુમાન દાદાની ભભૂતિ ઉપયોગી છે. વિશેષ રૂપથી ગુંમડા, અલ્સર અને કેન્સર જેવી બીમારીઓ પણ મંદિરની પાંચ પરિક્રમા કરવા પર ઠીક થઈ જાય છે.

મધ્ય પ્રદેશમાં આવ્યું છે મંદિર

આ મંદિર મઘ્ય પ્રદેશના ગ્વાલિયરથી લગભગ 70 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશની સીમા પાસે આવેલા ભિંડ જિલ્લાના દંદરૌઆ સરકાર ધામમાં આવેલું છે. અહીંયાં ડોક્ટર હનુમાનજી પાસે સારા સ્વાસ્થ્યની ઉમ્મીદ લઈને લાખો શ્રદ્ધાળુંઓ આવે છે.

300 વર્ષ પહેલા મળી હતી મૂર્તિ

300 વર્ષ પહેલા હનુમાનજીની આ મૂર્તિ લિમડાના ઝાડની નીચે છૂપાયેલી હતી. ઝાડના કાપવા પર ગોપી વેશધારી હનુમાનજીની આ પ્રાચિન મૂર્તિ મળી આવી. ત્યારથી જ મૂર્તિની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

નૃત્યની મુદ્રામાં દેશની એકમાત્ર મૂર્તિ

અહીંયા હનુમાનજીની જે મૂર્તિ છે તે નૃત્યની મુદ્રામાં છે. આ દેશની એકમાત્ર એવી મૂર્તિ છે જેમાં હનુમાનજી નૃત્ય કરતા બતાવવામાં આવ્યા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો