ડેમેજ, ડ્રાય અને ખરાબ થઈ ગયેલાં વાળ માટે ઘરે જ બનાવો આ ખાસ પ્રોટીન ટ્રીટમેન્ટ, જાણો રીત
જો તમારા વાળ તૂટી રહ્યાં છે, ડેમેજ્ડ, ડ્રાય અને ખરાબ થઈ રહ્યાં છે તો તમારે વાળ માટે પ્રોટીન ટ્રીટમેન્ટની જરૂરી છે. જી હાં, જે રીતે આપણાં શરીરને હેલ્ધી રાખવા માટે પ્રોટીન જરૂરી છે. તે જ રીતે વાળને હેલ્ધી રાખવા માટે પણ પ્રોટીન જરૂરી છે. પ્રોટીન હેઅર માસ્ક લગાવવાથી બેજાન અને ડ્રાય હેઅરમાં નવી જાન આવે છે અને વાળની ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. જેથી આજે અમે તમને ઘરે જ બનાવી શકો એવા હેઅર પ્રોટીન માસ્ક વિશે જણાવીશું. તો ચાલો જાણી લો.
પ્રોટીન હેઅર માસ્ક
કેળા, મધ અને નારિયેળ તેલનું માસ્ક
-સૌથી પહેલાં 3 કેળા લઈને તેને મિક્સરમાં બરાબર ક્રશ કરીને પેસ્ટ બનાવી લો.
-હવે આ પેસ્ટમાં 1 ચમચી મધ અને 1 ચમચી નારિયેળ તેલ મિક્સ કરો.
-હવે લગભગ 20 સેકન્ડ મિક્સર ચલાવીને બધુ બરાબર મિક્સ કરી લો.
-છેલ્લે તેમાં થોડું પાણી નાખીને મિક્સ કરો.
આ રીતે લગાવો
હવે સ્કેલ્પમાં બધી જગ્યાએ આ તૈયાર માસ્ક લગાવો. પછી હળવા હાથે માથામાં મસાજ કરો. પછી લગભગ 30 મિનિટ રાખીને હેઅર નવશેકા પાણીથી વોશ કરી લો.
ઈંડા અને દહીંનો માસ્ક
-એક ઈંડુ વાટકીમાં કાઢીને તેમાં લગભગ 6 ચમચી દહીં મિક્સ કરો. પછી આ બંનેને બરાબર ફેટીને મિક્સ કરી લો.
-આ પેસ્ટને વાળના મૂળમાં લગાવીને હળવા હાથે મસાજ કરો.
-5 મિનિટ મસાજ કર્યા બાદ તેને 20 મિનિટ લાગેલું રહેવા દો.
-છેલ્લે નવશેકા પાણીથી હેઅર વોશ કરી લો.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.