દર વર્ષે માગશર મહિનાની પૂર્ણિમા તિથિએ દત્તાત્રેય જયંતી ઉજવવામાં આવે છે. માન્યતાઓ પ્રમાણે ભગવાન દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયનું સ્વરૂપ માનવામાં આવે છે. દત્તાત્રેય ભગવાનના ત્રણ માથા છે અને છ ભુજાઓ છે. એવું માનવામાં આવે છે કે તેમની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સંયુક્ત અશ સમાહિત છે. દત્તાત્રેય જયંતી પર તેમના બાળરૂપની પૂજા કરવામાં આવે છે.
દત્તાત્રેયજીની જન્મ કથા-
પૌરાણિક કથા પ્રમાણે એક વાર માતા પાર્વતી, લક્ષ્મી તથા સરસ્વતીને પોતાના પતિવ્રત ધર્મપર ખૂબ જ અભિમાન થઈ ગયું.
નારદજી તેમના ઘમંડને તોડવા માટે વારા-ફરતી ત્રણેય દેવીઓ પાસે ગયા અને દેવી અનસૂયાના પતિવ્રત ધર્મના ગુણગાન કરવા લાગ્યાં.
ઈર્ષાથી ભરેલી દેવીઓની જીદ્દને લીધે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય અનસૂયાજીનું પતિવ્રત તોડવાની મંશાથી પહોંચ્યાં.
દેવી અનસૂયાએ પોતાના પતિવ્રત ધર્મના બળે જ તેમની મંશા જાણી લીધી અને ઋષિ અત્રિના ચરણોનું જળ ત્રણેય દેવો ઉપર છાંટી દીધું, જેનાથી ત્રણેય બાળરૂપમાં આવી ગયાં.
દેવી અનસૂયા તેમને પારણામાં લપેટીને પોતાના પ્રેમ અને વાત્સલ્યથી પાલન કરવા લાગી. પોતાની ભૂલ ઉપર પછતાવો થયા પછી ત્રણેયે દેવી માતા અનસૂયા પાસે ક્ષમા માંગી.
માતા અનસૂયાએ કહ્યું કે આ ત્રણેયને મારું દૂધ પીધું છે, એટલા માટે તેમને બાળરૂપમાં જ રહેવું પડશે. આ સાંભળીને ત્રણેય દેવોએ પોત-પોતાના અંશને મેળવીને એક નવો અંશ ઉત્પન્ન કર્યો, જેનું નામ દત્તાત્રેય રાખવામાં આવ્યું.
આ દિવસે શું કરવું-
આ દિવસે સવારે વહેલાં ઊઠીને સ્નાન કર્યા પછી ભગવાન દત્તાત્રેયની પૂજા કરવી જોઈએ.
પૂજા પછી શ્રી દત્તાત્રેય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. તેનાથી ભગવાન દત્તાત્રેય પ્રસન્ન થાય છે અને ભક્તના બધા કષ્ટને દૂર કરો છે.
શક્ય હોય તો આ દિવસે વ્રત કરવું જોઈએ.
આ દિવસે તામસિક આહાર ન લેવો જોઈએ.
આખો દિવસ બ્રહ્મચર્યનું અને નિયમોનું પાલન કરવું જોઈએ.
ભગવાન દત્તાત્રેયની સાથે જ ભગવાન વિષ્ણુ અને શિવજી પૂજા કરવી જોઈએ.