વેસ્ટ જમીનમાં બેસ્ટ રિસોર્ટ.. પટેલે બનાવ્યુ ગુજરાતનું સૌથી મોટું થીમ પાર્ક..
જો કંઇક કરવાની ઇચ્છા હોય તો જંગલને પણ નંદનવન બનાવી શકાય છે. આવુ જ કામ કર્યું છે વિસનગરના એક પાટીદારે. સાબરમતી નદીના કોતરોની બિનઉપજાઉ અને બંજર ગણાય તેવી જમીનમાં સ્વર્ગ ઉભુ કરનારા આ વ્યક્તિ છે જીતુભાઇ પટેલ. જીતુભાઇ પટેલે વિસનગર નજીક તિરુપતિ નેચરપાર્ક અને વિજાપુર-હિંમતનગર હાઇવે પર દેરોલમાં તિરુપતિ રિસોર્ટ ઉભો કર્યો છે.
આ રીતે આવ્યો આઇડિયા
ઉંઝાની બાજુમાં ટુંડાવ ગામે એક ખેડૂતના ઘરે જન્મેલા જીતુભાઇએ સિવિલ એન્જિનિયરિંગ કરી કન્સ્ટ્રક્શન લાઇનમાં ઝંપલાવ્યું. એક સમયે વિજાપુર અને હિંમતનગર હાઇવે પરથી પસાર થતા તેઓની નજર નદીની બંજર અને પડતર જમીન પર પડી. તેઓને વિચાર આવ્યો કે આ જમીનમાં એવો પાર્ક બનાવુ કે લોકોને વિકેન્ડ કે હોલીડેમાં એન્જોય કરવા માટે આબુ કે ગુજરાતની બહાર જવુ ન પડે. અને આ રીતે પાયો નંખાયો તિરૂપતિ રિસોર્ટનો.
2008 જમીન લીધી અને 20011માં શરૂ થયો તિરૂપતિ નેચરપાર્ક અને પછી તિરૂપતિ રિસોર્ટ. તિરૂપતિ એમ્યુઝમેન્ટ પાર્ક 150 એકરમાં ફેલાયેલો ગુજરાતનો નદી કિનારાનો સૌથી મોટો રિસોર્ટ છે. અહીં આનંદપ્રમોદ કરવા માટે 17 કરતાં વધુ સ્લાઇડ્સ છે. ઉપરાંત, એડવેન્ચર પાર્ક, વોટર પાર્ક, 6ડી સિનેમા, મોન્યુમેન્ટસ, જંગલ સફારી અને ફિલ્મના લોકેશન માટેની પણ ઉત્તમ સુવિધા છે. પાર્કમાં મિનિટ્રેન પણ છે. ફુલ-ડે એન્જોય કરવા માટે આ જગ્યા પરફેક્ટ છે. આગામી સમયમાં અહીં ગો કાર્ટિંગ, 12ડી સિનેમા, વોટર સ્પોર્ટ્સ, જંગલ રિસોર્ટ્સ, પેરાગ્લાયડિંગ, હેલિકોપ્ટર રાઇડ, બેન્કવેટ હોલ જેવી સુવિધા શરૂ કરવામાં આવશે. જીતુભાઇને ગ્રીન એમ્બેસડર અને નેશનલ એન્વાર્યમેન્ટ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
કેટલીક તસ્વીરો
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.
શુદ્ધ પાણી ધરાવતો ખાસ રાઈડ પુલ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799