સાળંગપુરમાં બની રહ્યું છે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય: એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકશે, ગૅસ, અગ્નિ, વીજળી વગર રસોઈ બનશે, 40 કરોડનો ખર્ચ થશે
યાત્રાધામ સાળંગપુર ગુજરાતનું એક પ્રસિદ્ધ સ્થળ છે. મોટી સંખ્યામાં લોકો સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શને આવે છે. ત્યારે કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજીના સાનિધ્યમાં સાળંગપુરમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય આકાર લઈ રહ્યું છે. આ ભોજનાલયની ખાસિયતની વાત કરવામાં આવે તો તેમાં એક સાથે 4 હજાર લોકો પ્રસાદ લઇ શકશે અને તે 7 વીઘા જમીનમાં બનાવવામાં આવશે. આ ભોજનાલય બન્યા બાદ કષ્ટભંજન દેવના દર્શને જતા શ્રદ્ધાળુઓ અને પ્રસાદ માટે લાંબી લાઈનો લગાવી પડશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ભોજનાલય બનાવવા માટે અંદાજિત 40 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને તે દેખાવમાં મહેલ જેવું દેખાશે. એવી પણ માહિતી મળી છે કે, આ ભોજનાલયમાં 160 કરતાં વધારે કારીગરો 20-20 કલાકની ફરજ બજાવશે. 8 વીઘા જમીનમાં જે ભોજનાલય તૈયાર થઈ રહ્યું છે તેની ડિઝાઇન આર્કિટેક પ્રકાશ ગજ્જર દ્વારા બનાવવામાં આવી છે.
ભોજનાલયની ડિઝાઇન તૈયાર કરનારા આર્કિટેક પ્રકાશ ગજ્જરે જણાવ્યું હતું કે, ભોજનાલયની બિલ્ડિંગનું બાંધકામ 2,30,000 સ્ક્વેર ફુટમાં થશે અને તેમાં 250 કોલમ ઊભા કરવામાં આવશે. ભોજનાલયનું એલીવેશન ઈન્ડો રોમન સ્ટાઇલથી ડિઝાઇન કરવામાં આવ્યું છે એટલે લોકો મંદિર પરિસરમાંથી સીધા ભોજનાલયમાં જઈ શકશે. ભોજનાલયમાં જવા માટે શ્રદ્ધાળુઓની ભીડ ન થાય અને તેમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે એટલા માટે 75 ફૂટ પહોળા પગથીયાં પણ બનાવવામાં આવશે. તો બીજી તરફ વૃદ્ધો અને દિવ્યાંગ માટે 2 એસ્કેલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ભોજનાલયની અંદરની દીવાલ ભોજનાલયની અંદરનું તાપમાન ઠંડુ રાખશે એટલે કે, બહાર તડકો હોય તોપણ ભોજનાલયની અંદર તાપમાન નીચું રહેશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ભોજનાલયની અંદર ચાર ડાઇનિંગ હોલ છે..જેમાં જનરલ ડાઇનિંગ હોલ 110*278 ફૂટનો છે. આ ડાઇનિંગ હોલમાં ચાર હજાર લોકો એક સાથે ટેબલ પર બેસીને પ્રસાદ લઈ શકશે. આ સિવાય VIP, VVIP ડાઇનિંગ હોલ પણ તૈયાર કરવામાં આવશે. ભોજનાલયના ગ્રાઉન્ડ ફ્લોરમાં 85 રૂમ બનાવવામાં આવશે અને ભોજનાલયનું કિચન 60*100 ફુટનું બનાવવામાં આવશે અને કિચન અને ડાઇનિંગ હોલ વચ્ચે 15 ફૂટની જગ્યા રાખવામાં આવશે. આ જગ્યા એટલા માટે રખાઈ છે કે, જો ભવિષ્યમાં કિચનમાં કોઈ અકસ્માત થાય તો તેની કોઈ પણ અસર ડાઇનિંગ હોલમાં ન થાય.
મહત્ત્વની વાત છે કે, હાલ સાળંગપુરમાં જે ભોજન બનાવવામાં આવી રહ્યુ છે તેમાં વર્ષ 2017થી અગ્નિ કે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઓઈલ બેઝ રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં કિચનની બહાર ઓઇલ ટેન્કર રાખવામાં આવ્યું હોય છે અને તેની અંદર ઓઇલ ભરેલું હોય છે અને આ ઓઇલને ખાસ પ્રકારે એક ટેમ્પરેચર સુધી ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ તે ઓઇલ ડબલ લેયર ફિક્સ વાસણોની વચ્ચે તેની અંદરની સાઇડ ફરતું રહે છે. ઓઇલ ગરમ હોવાના કારણે વાસણની ઉપરની સપાટી પણ ગરમ થાય છે અને રસોઈ સરળતાથી બનાવી શકાય છે. એટલે આ નવા ભોજનાલયમાં પણ આ જ પ્રકારે ભોજન બનાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..