ગુજરાતી જાંબાઝ લેડી પાયલોટ સ્વાતિ રાવલ, ઈટાલીમાં કોરોનાના ભયથી ફસાયેલા 263 ભારતીયોને હેમખેમ પરત લઈ આવી
ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશના ઘણાં રાજ્યોને સંપૂર્ણરીતે લૉકડાઉન કરવામાં આવ્યા છે. યુરોપનું ઈટાલી કે જ્યાં કોરોના વાયરસની ભારે અસર જોવા મળી રહી છે ત્યાંથી 263 ભારતીય વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાનું વિશેષ વિમાન ભારત પરત ફર્યું છે. એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ અને ઈમિગ્રેશન બાદ તમામ વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઈન સુવિધા કેન્દ્રમાં મોકલી આપવામાં આવશે. આ દરમિયાન આ વિમાનની મહિલા પાઈલટની ભારે પ્રશંસા થઈ રહી છે. તેનું નામ સ્વાતિ રાવલ છે. તેઓ ગુજરાતી છે.
એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ કે જે ઈટાલીથી ભારતીયોને અહીં પરત લાવી તેની પાઈલટ સ્વાતિ રાવલ હતી. પ્રાપ્ત જાણકારી મુજબ, સ્વાતિ માત્ર એક પાઈલટ નહીં પણ એક બાળકની માતા છે.
Extremely proud of this team of @airindiain, which has shown utmost courage and risen to the call of humanity. Their outstanding efforts are admired by several people across India. #IndiaFightsCorona https://t.co/I7Czxep7bj
— Narendra Modi (@narendramodi) March 23, 2020
સ્વાતિ રાવલનું નામ તે પાઈલટમાં સામેલ છે કે જે મુંબઈથી ન્યૂયોર્ક ફ્લાઈટ લઈને જતી હતી. તે લગભગ 15 વર્ષથી આ વ્યવસાયમાં છે. તે પહેલા ફાઈટર પાઈલટ બનવા માગતી હતી પણ આવું નહીં થતા તે કોમર્શિયલ પાઈલટ બની ગઈ.
સ્વાતિ રાવલ જ્યારે ઈટાલીથી ભારતીયોને લઈને આવી ત્યારે સોશિયલ મીડિયા પર તેની ભારે પ્રશંસા થઈ. લોકોએ કહ્યું કે સ્વાતિ ડર્યા વિના બીજા માટે કામ કરી રહી છે. તેનું સન્માન કરવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..