પેપર લીકનું ભૂત ફરીથી ધણધણ્યું! હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 10થી 12 લાખમાં વેચાયું! આ વ્યક્તિએ મોટા ધડાકા કર્યા

ગુજરાત રાજ્યમાં ફરીથી પેપર લીકનું ભૂત ધણધણ્યું છે. રવિવારે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ કે, ગૌણ સેવા મંડળની આ પરીક્ષાનું પેપક હિંમતનગરથી લીક થયું હતું. પેપર લીકમાં પોલીસ કર્મચારીની સંડોવણી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સવાર સુધીમાં ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરા અને પ્રતિજના કુલ 72 ઉમેદવારો પાસે આ પેપર પહોંચ્યું હતું. અને 10થી 12 લાખ રૂપિયામાં આ પેપર ફોડવામાં આવ્યું. ત્યારે આ મામલે તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

  • યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ 10 થી 12 લાખ મા પેપર ફૂટ્યું
  • પરીક્ષાના એક દિવસ પહેલા લિક થયેલુ પેપર સવાર સુધીમાં ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરા ખાતે 72 વિધાર્થીઓ પાસે પહોંચ્યું
  • પેપર ફુટવાની ઘટનામાં એક કોન્સ્ટેબલ જવાબદાર
    પુરાવાના આધારે કાર્યવાહી કરવાની યુવરાજસિંહ જાડેજાએ માંગ કરી

રવિવારના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવી હતી જેનું પેપર એક દિવસ પહેલા લિક થયાનો આક્ષેપ યુવા નેતા યુવરાજસિંહે લગાવ્યો છે. હિંમતનગરના પુસા ફાર્મહાઉસથી પેપર લીક થયુ જે 16 ઉમેદવારને મળ્યું હતુ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો