એસટી કર્મચારીઓની આંદોલનની ચીમકી: તો દિવાળી ટાણે જ આખા ગુજરાતમાં એસટી બસના પૈડા થંભી જશે
ગુજરાતમાં આગામી સમયે આવનારા દિવાળી પર્વ નિમિત્તે એક તરફ એસટી બસ તંત્ર વધારાની બસો દોડાવવાનું આયોજન કરી રહ્યું છે. બીજી તરફ એસટી વર્કર્સ ફેડરેશન મજૂર મહાજન દ્વારા પોતાની પડતર માંગોને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોંઘવારી ભથ્થુ, સાતમા પગાર પંચનો લાભ તેમજ વારસદારોને પેકેજ આપવાની માંગ સહિત વિવિધ મુદ્દાઓને લઈને ગુજરાત એસટીના સંયુક્ત સંગઠનોએ માસ સીએલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.
એસટી સંગઠનોને ચીમકી ઉચ્ચારી છે કે, જો અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે, તો આગામી 20મીં ઑક્ટોબર મધરાતથી બસના પૈડા થંભી જશે. આટલું જ નહીં, એસટી સંગઠનો આવતીકાલે ગુજરાતમાં 16 વિભાગીય કચેરી ખાતે એકઠા થઈને સુત્રોચાર કરીને ઘંટ વગાડશે. આગામી 20મીં તારીખથી એસટી વિભાગના 40 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાશે, જેના કારણે 8 હજાર જેટલી એસટી બસોના પૈડા થંભી જશે.
જણાવી દઈએ કે, ગત મહિને પણ એસટી વિભાગના કર્મચારીઓએ ફિક્સ પગાર અને નાઈટ એલાઉન્સ સહિત વિવિધ માંગ સાથે સુત્રોચાર કરીને પ્રદર્શન કર્યું હતું. એસટી નિગમના સંગઠનોની માંગ છે કે, વર્ષ 2018 બાદ ભરતી થયેલા કંડક્ટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ-પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે. આ સિવાય 900થી વધુ વારસદારો, જેઓનું 2011 પહેલા નિધન થયું હોય, તેમને નોકરી આપવામાં આવે અને 2011 બાદ અવસાન પામેલા કર્મચારીઓના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે જ તમામ મહિલા કર્મચારીઓ માટે બસ સ્ટેશન પર રેસ્ટ રૂમ તૈયાર કરવાની માંગ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..