અઢી વર્ષના વિલંબ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ માળખું જાહેર કર્યું, ‘રીંગણા લઉં બે ચાર, અરે લ્યોને દસ-બાર’ની જેમ જમ્બો માળખું

કોંગ્રેસ હાઈકમાન્ડે અઢી વર્ષના લાંબા વિલંબ બાદ ગુજરાત કોંગ્રેસનું અધૂરું માળખું જાહેર કર્યું છે. જેમાં 25 ઉપપ્રમુખ અને 75 જનરલ સેક્રેટરી અને પાંચ પ્રોટોકોલ સભ્યના નામો જાહેર કરવામાં આવ્યા છે. “રિંગણા લઉ બે ચાર, અરે લ્યો ને દસ-બાર”ની નીતિ અપનાવી કોંગ્રેસે ફરી એક વાર જમ્બો માળખું જાહેર કર્યું છે.

કોંગ્રેસ હાઈકમાન્ડે ગુરુવારે રાતે વિધિવત્ સંગઠન માળખું જાહેર કર્યું છે. ઉપ્રપ્રમુખ પદે જાહેર થયેલા નામોમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, મહિલા કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલા, સત્યજિતસિંહ ગાયકવાડ, શહેનાઝ બાબી, ડો. વિજય પટેલ, કુલદીપ શર્મા, ભીખા રબારી, કિશન પટેલ, નિશિત વ્યાસ, બીમલ શાહ સહિતના 25 નામો જાહેર કરવામાં આવ્યા છે, જે શહેર પ્રમુખ બનવાની રેસમાં હતા તેમને સંગઠનમાં સ્થાન અપાયું છે.

નારાજગી વ્હોરવી ના પડે તે માટે હોદ્દેદારોની સંખ્યામાં વધારો કરાયો છે. છેલ્લે સંગઠનમાં 18 જેટલા ઉપપ્રમુખ હતા, હવે 25 થયા છે. આ ઉપરાંત 75 જનરલ સેક્રેટરી છે.

19 શહેર-જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરાયા
અમદાવાદ શહેરના પ્રમુખ પદે નિરવ બક્ષી અને અમદાવાદ જિલ્લા પ્રમુખ પદે બળવંત ગઢવી નિમાયા છે. ગાંધીનગરના પ્રમુખ તરીકે અરવિંદસિંહ સોલંકીની પસંદગી થઈ છે. નવસારી, તાપી, જૂનાગઢ, જામનગર, પંચમહાલ, બોટાદ, અમરેલી, ગીરસોમનાથ, મહીસાગર, નર્મદા, રાજકોટ શહેર અને જિલ્લા,વડોદરા શહેર અને જિલ્લા, બનાસકાંઠા અને ભાવનગર જિલ્લાના પ્રમુખ જાહેર થયા છે.

મંત્રી, કારોબારી સભ્યો, પ્રવકતાની નિમણૂંકો લટકી
ગુજરાત કોંગ્રેસના માળખામાં હવે મંત્રી, ટ્રેઝર, પ્રવકતા અને કારોબારી સભ્યોની નિમણૂકો ટૂંક સમયમાં કરવામાં આવશે. પ્રદેશ પ્રવકતાની નિમણૂકો માટે પ્રતિભા ખોજ અભિયાન શરૂ કરાયું હતું,

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો