આજથી હેલ્મેટ ન પહેરનારા અને સીટ બેલ્ટ ન બાંધનારાઓની ખેર નથી, આખા રાજ્યમાં ચાલશે ડ્રાઇવ
આજથી એટલે કે 6ઠ્ઠી માર્ચથી સમગ્ર રાજ્યમાં પોલીસ (Gujarat Police) તરફથી ટ્રાફિકના નિયમોની સુયોગ્ય અમલવારી માટે ખાસ ડ્રાઇવ (Traffic drive) શરૂ કરવામાં આવનારા છે. આ વિશેષ ડ્રાઇવ 15મી માર્ચ સુધી ચાલશે. આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને દંડવામાં આવશે. ખાસ કરીને હેલ્મેટ પહેર્યાં વગર ટુ-વ્હીલર ચલાવનારા અને સીટ બેલ્ટ બાંધ્યા વગર ફોર વ્હીલર ચલાવતા વાહન ચાલકોને દંડવામાં આવશે.
વધારેમાં વધારે કેસ કરવાની સુચના
આ વિશેષ ડ્રાઇવ આખા ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. જે અન્વયે પોલીસને એવી સૂચના આપવામાં આવી છે કે હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમનો ભંગ કરવાના વધુમાં વધુ કેસમાં કરવામાં આવશે. એટલે કે જો કોઈ વાહન ચાલક હેલ્મટ પહેર્યાં વગર નીકળશે અથવા સીટ બેલ્ટ બાંધ્યા વગર વાહન ચલાવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના તરફથી કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો, કેટલા કેસ કરાયા તેની માહિતી બીજા દિવસે સવારે આઠ વાગ્યા સુધી મોકલી આપવાનો આદેશ કરાયો હતો.
કોરોનામાં આપવામાં આવી હતી રાહત
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાની ત્રણેય લહેર દરમિયાન પોલીસ તરફથી મોટાભાગે હેલ્મેટ કે અન્ય કોઈ ટ્રાફિક નિયમ ભંગના દંડ કરવામાં આવતા ન હતા. આ દરમિયાન માસ્ક ન પહેર્યું હોય તેમને જ દંડ ફટકારવામાં આવતો હતો. ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર સમાપ્તીના આરે છે ત્યારે ફરીથી ટ્રાફિકના નિયમો અંગે કડક થવાની પોલીસને સૂચના આપી દેવામાં આવી છે.
અવારનવાર ટ્રાફિક ડ્રાઇવ
ઉલ્લેખનીય છે કે અમદાવાદ જેવા શહેરમાં અવારનવાર પોલીસ તરફથી ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવે છે. જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડવામાં આવે છે. આવી ડ્રાઇવનો હેતુ ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત્તિ લાવવાનો તેમજ રોડ અકસ્માતને પગલે મૃત્યુંનો આંકડો ઘટાડવાનો છે.
અવારનવાર વાહન ચાલકોની હેલ્મેટ ન પહેરવાની કે સીટ બેલ્ટ ન બાંધવાની બેદરકારીને પગલે અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. આ મામલે હવે પોલીસે સીટ બેલ્ટ અને હેલ્મેટને લઈને ખાસ ઝુંબેશ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આવી ડ્રાઇવ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ બનતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..