સમગ્ર ગુજરાતમાં મનમુકીને વરસતા મેધરાજા, રાજકોટમાં 8 ઈંચ, ધરમપુરમાં 11.5 ઇંચ : જાણો ક્યા જીલ્લામાં કેટલો વરસાદ પડ્યો

છેલ્લા 24 કલાકથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં 11.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં પણ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 8.5 ઈંચ

આ તરફ રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. મન મૂકીને વરસેલા વરસાદે રાજકોટને ધમરોળ્યું છે. રાજકોટમાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો 24 કલાકમાં રાજકોટ શહેરમાં 8.5 ઈંચ વરસાદ, પૂર્વ રાજકોટમાં 8 ઈંચ વરસાદ, મધ્ય રાજકોટમાં પોણા 6 ઈંચ વરસાદ, પશ્ચિમ રાજકોટમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. અને હજુ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રાજકોટ શહેરમાં ગરનાળા બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના લક્ષ્મીનગર અને મોદી સ્કૂલ પાસે આવેલા ગરનાળા બંધ કરાયા હતા. કેટલાક વિસ્તારમાં તો એટલો ધોધમાર વરસાદ પડ્યો હતો કે લોકોના ઘરોમાં 4 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા હતા. સામાકાંઠે 6 ઈંચ, મધ્ય રાજકોટમાં પોણા 6 ઈંચ, કાલાવડ રોડ વિસ્તારમાં 5 ઈંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. કેટડા સાંગાણીમાં 3.5 ઈંચ, ગોંડલમાં 1 ઈંચ, જશદણમાં 1.5 ઈંચ, પડઘરીમાં 4.5 ઈંચ, લોધીકામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે આખી રાત રાજકોટમાં મેઘો મન મૂકીને વરસ્યો છે. જે બાદ અનેક નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે.

નવસારી:

રાજકોટ બાદ નવસારીમાં પણ વરસાદ મન મૂકને વરસ્યો છે. નવસારીમાં પણ નદીઓની જળસપાટીમા વધારો થયો છે. પૂર્ણા નદી અને અંબિકા નદીની જળસપાટીમાં વધારો થયો છે. પૂર્ણા નદીમાં નવા નીર આવતા પૂર્ણા નદીની જળસપાટી 10 ફૂટે અને અંબિકા નાદીની જળસપાટી 24 ફૂટે પહોંચતા હાલ બંને નદીઓ ભયજનક સ્તરે વહી રહી છે. બીજી તરફ કાવેરી નદીની જળસપાટી પણ 12 ફૂટે પહોંચી છે. જૂજ ડેમની વાત કરવામાં આવે તો જૂજ ડેમની સપાટી પણ 166 ફૂટે પહોંચી અને કેલિયા ડેમની સપાટી 110 ફૂટે પહોચી છે. બંને ડેમમાં પાણીની આવક યથાવત છે.

વલસાડ:

જ્યારે વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ ધમરપુર અને કપરાડા તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાત્રી દરમિયાન પણ ધોધમાર વરસાદ પડતાં નદીઓનું જળસ્તર વધી જતાં વલસાડનું તંત્ર પણ દોડી ગયું હતું. ઔરંગા નદી ભયજનક સપાટીએ પહોંચી જતાં કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ અલર્ટ કર્યા હતા. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી ગાંડીતૂર થઈ છે. તો આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. તો ભારે વરસાદને પગલે જિલ્લાના મધુબન ડેમમાં પાણીની આવક થઈ છે. હાલમાં ડેમમાં 38 હજાર 790 ક્યુસેકત પાણીની આવત થઈ રહી છે. પાણીની આવક થતા ડેમની સપાટી વધીને 72.45 મીટરે પહોંચી છે. જેને લઈને ડેમના 3 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાંથી 34 હજાર 051 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા નદી કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

બોટાદ:

તો આ તરફ બોટાદમાં પાણી મેઘરાજાનું આગમન થયુ છે. ગત રાતથી સવાર સુધી હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. બોટાદમાં સવા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાણપુરમાં 4 ઈંચ, બરવાળામાં અઢી ઈંચ, ગઢડામાં 2 ઈંચ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

સુરેન્દ્રનગર:

સુરેન્દ્રનગરના ચોટીલા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ચોટીલા અને તેની આસપાસના મોલડી, જીવાપર અને ખેરડી ગામમાં વરસાદ વરસી રહ્યો છે. આણંદપર, બામણબોર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સતત બીજા દિવસે વરસાદ વરસતાં નદી નાળામાં નવા નીરની આવક થઈ રહી છે.

રાજકોટમાં અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કઢાયા

ડાંગ:

ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે ગીરાધોધનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આ નયનરમ્ય દ્રશ્યને માણવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ડાંગનો ગીરાધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો. લોકો દૂર-દૂરથી ગીરાધોધના અદભૂત દ્રશ્યોનો નજારો જોવા પહોંચી રહ્યા છે.

જામનગર:

જામનગરમાં રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં અડધાથી પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો. છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાભરમાં વરસાદ નોંધાયો છે. ધ્રોલમાં 5 ઈંચ, જોડિયા અને જામનગરમાં અઢી ઈંચ, લાલપુર કાલાવડમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ છે. આજી ડેમ-2 ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલમાં આજી-3 ડેમમાં અઢી મહિના ચાલે તેટલા નવા નીર આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો