સાવધાન! અતિભારે વરસાદની આગાહી: ગુજરાતમાં 5 દિવસ ભારે!, આ વિસ્તારો માટે અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાઈ ચૂક્યો છે. મંગળવારે સાંજના ૮ વાગ્યા સુધીમાં કુલ ૧૨૬ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં ૪ ઈંચ, પલસાણામાં ૩.૭૫ ઈંચ અને વાપીમાં ૩ ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. આ ઉપરાંત દેડિયાપાડા, કામરેજ, હાલોલ, ઉમરગામ, નવસારી અને જલાલપોર તાલુકામાં બેથી અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ત્રણ દિવસથી ગુજરાતમાં ચોમાસુ ફરી જામ્યું છે અને આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના વલસાડ, ભરૃચ, વડોદરા અને સૌરાષ્ટ્રના જુનાગઢ અને ગીર સોમનાથમાં ગુરૃવારના રોજ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યંુ છે.

મંગળવારે ૧ વાગ્યા બાદ ચાર કલાકમાં સુરત શહેરમાં ૪ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. અવિરત વરસાદથી સુરત શહેરના ૧૦૦થી વધુ વિસ્તારમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. બપોરે એકાએક વરસાદ તૂટી પડતાં કામ અર્થે બહાર નીકળેલા ટુ વ્હીલર ચાલકોએ બ્રિજ, કોમ્પ્લેક્સ જેવા સ્થળોએ આસરો લેવાની ફરજ પડી હતી.

બીજી તરફ પલસાણામાં ૩.૭૫ ઈંચ, કામરેજ ૨.૩૬ ઈંચ, ઉમરપાડા ૨ ઈંચ અને ઓલપાડમાં ૧.૪૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ઉકળાટથી રાહત મળી હતી. નવસારી જિલ્લાના બે-ત્રણ તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો. અહીંયાં પર બપોર ૧ વાગ્યા બાદ નવસારી અને જલાલપોરમાં ૨ ઈંચ, ગણદેવીમાં ૧.૩૬ ઈંચ, ચીખલીમાં ૨ મી.મી., વાંસદા ૨ મી.મી. વરસાદ પડયો હતો. વલસાડના પકરાડામાં ૧.૩૬ ઈંચ, વાપી ૨.૫૦ ઈંચ, પારડી ૧.૧૫ ઈંચ, ઉમરગામ ૨.૩૦ ઈંચ, વલસાડમાં ૧.૪૬ ઈંચ વરસાદ નોંધાયો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બપોરે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જોકે, સાંજે ૫ વાગ્યા બાદ મેઘરાજાનું જોર ધીમું પડી ગયું હતું.

પોરબંદર જિલ્લામાં ચાર વાગ્યાથી છ વાગ્યા સુધીની બે કલાકમાં પોરબંદર શહેર અને રાણાવાવમાં દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો. તો કુતિયાણામાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. ગોંડલમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાં પામી હતી, મોડી સાંજે ધોધમાર વરસાદ વરસતાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. વડોદરામાં બે કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા.

હજુ પાંચ દિવસ ભારે વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. આજે વડોદરા શહેર સિવાય પાદરા, કરજણ અને વાઘોડિયા પંથકમાં મેઘરાજાએ ઝાપટું વરસ્યું હતું. પંચમહાલના ગોધરા, હાલોલ અને કાલોલમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં અને અમદાવાદના દેત્રોજ તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો