ગુજરાત ગેસે CNGમાં પ્રતિ કિલો રૂ.6.45નો ભાવ વધારો કર્યો, નવા ભાવ લાગુ થતાં CNGની સવારી મોંઘી થશે
દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. દેશનો સામાન્ય નાગરિક વધતી જતી મોંઘવારીથી તોબા પોકારી રહ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતો કૂદકેને ભૂસકે વધી રહી છે, ત્યારે હવે ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં પણ અચાનક 6.45 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિ કિલો રૂ. 6.45નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ આજથી લાગૂ થઈ જશે. CNGનો નવો ભાવ અમલમાં આવતાં અત્યાર સુધી પ્રતિ કિલો 70.53 રહેલ સીએનજીનો ભાવ વધીને 76.98 રૂપિયા પ્રતિ કિલો પહોંચી જશે.
જણાવી દઈએ કે, હાલમાં ઓટો રિક્ષા તેમજ પીકઅપ વાન સહિતના વાહનોમાં સીએનજીનો વપરાશ થઈ રહ્યો છે. જો કે આજે રાતથી નવા ભાવ અમલી થવાની સાથે જ સીએનજી આધારિત વાહન ધરાવતા ચાલકો પર વધારાનો બોઝ પડશે. જેના કારણે સીએનજીની સવારી પણ મોંઘી થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..