ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાનાં વધુ 395 પોઝિટિવ કેસ નોંધાયા, 25નાં મોત, કુલ આંકડો 12141 થયો
ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 395 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 12141 થઇ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 262 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 29 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કચ્છ જિલ્લામાં પણ ચોંકાવનારા 21 કોરોના વાયરસના કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 52 કેસ નોંધાયા હતા જે પૈકી હાલ 45 એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 5043 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
છેલ્લા 24 કલાકમાં 395 પોઝિટિવ કેસો પર નજર કરીએ તો, અમદાવાદમાં 262, સુરતમાં 29, વડોદરામાં 18, ગાંધીનગરમાં 10, જામનગર અને સાબરકાંઠામાં 7-7, કચ્છમાં 21, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 5-5, ખેડા-પાટણ-ભરૂચમાં 4-4, બનાસકાંઠા-મહીસાગર-ગીરસોમનાથ- જૂનાગઢમાં 3-3, ભાવનગર-રાજકોટમાં 2-2, અરવલ્લી-તાપી અને છોટા ઉદેપુરમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ પોઝિટિવ કેસોનો આંક 12141 થયો છે. જેમાંથી 49 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 6330 દર્દીઓની હાલત સ્થિર છે. અને કુલ 5043 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને કુલ 719 દર્દીઓનાં મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 25 નિધનના આંકડા જોઈએ તો, અમદાવાદમાં 21 દર્દીઓનાં, સુરતમાં 2 અને અરવલ્લી તેમજ ગાંધીનગરમાં 1-1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..