મ.ગુજરાતમાં ભાજપે કોંગ્રેસ અને AAPનો ખેલ પાડી દીધો- પાટીલ પહેરાવશે કેસરી ટોપી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ AAPનો ખેલ પાડી દેવા તત્પર હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે, એક પછી એક AAPના નેતા કેસરિયો કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં વિજય સુવાળાથી લઈને આશરે 1000 જેટલા આપના કાર્યકરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે ત્યારે આજે ફરીથી મધ્યગુજરાતમાં પણ આપમાં ગાબડુ પડી રહ્યુ છે. આપના નેતાઓ સીઆર પાટીલને હસ્તે ભગવો ધારણ કરી રહ્યા છે.
ભાજપ ટોપી પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવશે
આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકરઓ પાર્ટી છોડી ગાંધીનગર કલમ ખાતે સી આર પાટિલ ના હસ્તે બપોરે ત્રણ વાગે ભાજપનો ખેસ ધારણ કરશે આમ આદમી પાર્ટી પ્રદેશ સહ મંત્રી રાજુ અલાવા સહિત 200 લોકો છોડી શકે છે. વાઘોડિયા તાલુકા કોંગ્રેસમાં પણ ભંગાણ થઈ શકે છે. 40 થી વધુ તાલુકાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો ગાંધીનગર કમલમ ખાતે સી આર પાટિલ હસ્તે બપોરે ત્રણ વાગે ભાજપનો ખેસ ધારણ કરશે. વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટી મંત્રી નિરંજન જોશી, વાઘોડિયા તાલુકા આપ પ્રમુખ રતન સિંહ સહિત તાલુકાના હોદેદારો પાર્ટી છોડી ભાજપ જોઈન કરશે. 200થી વધુ આપ આદમીના કાર્યકરો ગાંધીનગર ખાતે વાઘોડિયાથી ત્રણ બસો દ્વારા રવાના થઈ છે.
બીજી તરફ AAP ગુજરાત વિધાનસભામાં 50 બેઠકો જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે કેવી રીતે જીતશે તે પણ મોટો પ્રશ્ન છે કેમ કે, આપના મોટા ભાગના નેતા કે કાર્યકર મોકો મળતા જ ભાજપનો ખેસ પહેરી લે છે.
50 વિધાનસભા બેઠકો જીતવાનો AAPનો દાવો
ચૂંટણીમાં 50થી વધુ બેઠકો જીતવાનો AAP દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન AAPના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો હતો. તો સાથે જ અન્ય એક પાર્ટી કાર્યકરે સંબોધનમાં જણાવ્યુ કે અમે કોઇ પાર્ટીને હરાવવા નથી માગતા અમે તો બસ જનતાને જીતાડવા માંગીએ છીએ. ગુજરાતમાં સ્કૂલ બને, હોસ્પિટલ બને અને બેરોજગારી દૂર થાય અને લોકોને મિનિમમ વેતન પુરતુ મળી રહે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..