ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ: ભારતે લદ્દાખમાં દુનિયાનો સૌથી ઉંચો રોડ બનાવીને ઈતિહાસ રચ્યો
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ લદ્દાખમાં દુનિયાનો સૌથી ઉંચો રોડ બનાવીને ઈતિહાસ રચી દીધો છે. આ રોડ લદ્દાખના ઉમલિંગલા પાસ પર 19,024 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવ્યો છે. આ રોડનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે.
Director General Border Roads Organisation (DGBR) Lt Gen Rajeev Chaudhry received the Guinness World Records certificate today for constructing and blacktopping world’s highest motorable road at 19,024 feet at Umlingla Pass in Ladakh: Defence Ministry pic.twitter.com/02jOw5QePm
— ANI (@ANI) November 16, 2021
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, મંગળવારે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (DGBR) ના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીને આ રોડના નિર્માણ અને બ્લેકટોપિંગ માટે ગિનીસ બુક દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
લદ્દાખમાં પ્રવાસનને પણ વેગ મળશે
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉમલિંગાલા પાસમાંથી પસાર થતો આ 52 કિલોમીટર લાંબો રસ્તો તારકોલથી બનાવવામાં આવ્યો છે. પૂર્વી લદ્દાખમાં આ રોડના નિર્માણથી આ ક્ષેત્રના ચુમર સેક્ટરના તમામ મહત્વના શહેરો જોડાઈ જશે. આ રસ્તો સ્થાનિક લોકો માટે ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે લેહથી ચિશુમલે અને ડેમચોક સુધીના સીધા ટ્રાફિકનો વૈકલ્પિક માર્ગ પૂરો પાડે છે. તેની મદદથી સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને લદ્દાખમાં પ્રવાસનને પણ વેગ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શિયાળામાં અહીંનું તાપમાન માઈનસ -40 ડિગ્રી સુધી ઘટી જાય છે
નોંધનીય છે કે આટલી ઊંચાઈએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું પડકારજનક અને અત્યંત મુશ્કેલ હોય છે. શિયાળામાં અહીંનું તાપમાન માઈનસ -40 ડિગ્રી સુધી ઘટી જાય છે અને આ ઊંચાઈએ મેદાનની સરખામણીમાં ઓક્સિજનનું સ્તર 50 ટકા રહે છે. BRO તેના કર્મચારીઓની હિંમત અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં ઊંચી ઊંચાઈએ કામ કરવાની ક્ષમતા અને કુશળતાને કારણે આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..