એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માંગતા હોય તો અહીંથી મળશે મંજુરી, જાણો આખી પ્રક્રિયા
કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉન 31મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. લોકડાઉન 4.0 અંતર્ગત સરકારે કેટલીક છુટછાટો આપીએ છે. જેમાં સૌથી મહત્વની જાહેરાત એ છે કે, દેશભરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકાશે. આ માટે કોવિડ ઈ-પરમિટ માટે એપ્લાઈ કરવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ માટે ભારત સરકારે એક વેબસાઈટ બનાવી છે. જેનું નામ છે http://serviceonline.gov.in/epass/. તેને નેશનલ ઈન્ફર્મેટિક્સ સેંટર (NIC)એ ડેવલોપ કર્યું છે. અત્યાર સુધીમાં આ વેબસાઈટ પર 17 રાજ્યોના ઈ-પરમિટ માટે એપ્લાઈ કરવામાં આવી શકાશે.
લોકડાઉનના કારણે અનેક લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. તેવી જ રીતે અનેક લોકો એવા પણ છે કે આ મુશ્કેલ સ્થિતિમાં કોઈ બીજા જ રાજ્યમાં ફસાઈ ગયા છે. ઉપરાંત ધીમે ધીમે ઔદ્યોગિક સહિતની ગતિવિધિઓને ધમધમતી કરવા માટે મોદી સરકારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની મંજુરી આપી છે. પરંતુ તેના માટે http://serviceonline.gov.in/epass/ પરથી મંજુરી લેવી પડશે. ટ્રાવેલ માટે લોકડાઉન પરમિટ પાસને ટ્રાવેલની કેટલીક નિશ્ચિત કેટેગરી અંતર્ગત જ ઓનલાઈન એપ્લાઈ કરી શકાશે.
આ કેટેગરીમાં વિદ્યાર્થીઓ, જીવનજરૂરિયાતની સર્વિસ પ્રોવાઈડર, ટૂરિસ્ટ, તીર્થયાત્રીઓ, ઈમરજન્સી/મેડિકલ ટ્રાવેલ અને લગ્નનો સમાવેશ થાય છે.
NIC દ્વારા બનાવવામાં આવેલા વેબપેજ પર જાણકારી આપવામાં આવી છે કે, કોઈ અંગત કે ગ્રુપ આ સર્વિસનો ઉપયોગ કરીને મૂવમેંટ પાસ માટે એપ્લાઈ કરી શકે છે. જે લોકો આ સર્વિસ મારફતે એપ્લાઈ કરવા માંગે તેમને અનિવાર્ય જાણકારીઓ આપવાની રહેશે. તેમને ઈ-પાસ માટે એપ્લાઈ કરતા પહેલા તમામ જરૂરી દસ્તાવવેજોની સ્કેન કોપી જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત ઓટીપી વેરિફિકેશન માટે એક એક્ટિવ મોબાઈલ નંબર પણ જરૂરી રહેશે.
વેબ પેજ પર એકવાર એપ્લિકેશન સબમિટ કર્યા બાદ આવેદનકર્તાને એક રેફ્રંન્સ નંબર મળશે. જેને અરજીકર્તા એપ્લિકેશન સ્ટેટસ ટ્રેક કરવા માટે ઉપયોગમાં કરી શકશે. જ્યારે પાસ આપવામાં આવશે તો તેના પર અરજીકર્તાનું નામ, એડ્રેસ, વેલિસિટી અને QR કોડ હશે. પાસ આપવામાં આવ્યા બાદ અરજીકર્તા પાસે મુસાફરી કરવાનો સમય સ્પોટ કે હાર્ડ કોપી હોવી જરૂરી છે જેથી કરીને જ્યારે સુરક્ષાકર્મી ઈ-પાસ વિષે પુછપરછ કરે તો તેને દેખાડી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..