ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં ક્યારેય પેપર નથી ફૂટ્યું. ગુજરાતમાં તો ભાજપની સરકાર ફુટેલી છે, મંત્રીઓ ફૂટેલા છે અને બેરોજગારોના નસીબ ફૂટેલા છે

ગોપાલ ઈટાલિયાએ પોતાની ફેસબૂક વોલ પર ભાજપ પર પ્રહાર કરતા લખ્યું હતું કે, ભ્રષ્ટાચારી જનસંઘ પાર્ટી (બીજેપી)ની સરકારમાં ધારાસભ્યનો ભાવ 15 થી 35 કરોડ, સરકારી ભરતી પેપરનો ભાવ 20 થી 35 લાખ, મલાઈદાર જગ્યાએ બદલી કરાવવાનો ભાવ 10 થી 20 લાખ, ચુંટણી વખતે એક મતનો ભાવ 500થી 1000 રૂપિયા છે.

બે નંબરના રૂપિયાના આધારે લોકશાહીની મજાક બનાવી દેનારા ભાજપી તત્વોને હવે સત્તામાંથી દૂર કરવાનો સમય આવી ગયો છે. ગુજરાતમાં હવે વ્યવસ્થા પરિવર્તન કરવા આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે. ગઈ કાલે ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં ક્યારેય પેપર નથી ફૂટ્યું. ગુજરાતમાં તો ભાજપની સરકાર ફુટેલી છે, મંત્રીઓ ફૂટેલા છે અને બેરોજગારોના નસીબ ફૂટેલા છે. આવતી ચુંટણીમાં જો હવે જનતાનો ગુસ્સો ફૂટે તો જ ભ્રષ્ટાચારથી પીછો છૂટે બાકી મતદાન સિવાય આ ભાજપનો રોગ નહિ મટે.

ઈસુદાન પર લગાવેલા આરોપો પર બે દિવસ પહેલા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ઈસુદાન ગઢવી સામે કરવામાં આવેલા નિમ્ન અને વાહિયાત કક્ષાના આક્ષેપો બાબતે પોતાની નિર્દોષતા સાબિત કરવા ઈસુદાને વિડીયો રેકોર્ડિંગ સાથે પોતાનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ (બ્રેઈન મેપિંગ / પોલીગ્રાફી) કરાવવા માટે લેખિતમાં ગાંધીનગર પોલીસ સમક્ષ રજૂઆત કરી.

ભાજપના હલકી કક્ષાના આરોપબાજો જો સાચુ બોલતા હોય તો હવે ભાજપ સરકારે ઈસુદાન ગઢવીનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવો જોઈએ. ઈસુદાન પોતાના જીવનમાં ક્યારેય દારૂ પીધો નથી તો હવે ભાજપની સરકાર હવે ઈસુદાનનો લાય ડિટેક્ટર ટેસ્ટ કરાવશે કે નહીં? ઈસુદાનનો લાય ડિટેક્ટર ટેસ્ટ કરવાથી ભાજપની હલકી રાજનીતિ ખુલ્લી પડી જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો