જૂની પ્રથાને જીવંત રાખવા 10 બળદગાડા સાથે ગોંડલીયા પરિવારની જાન ભાદાણી પરિવારના આંગણે પહોંચી.

જૂની પ્રથા મુજબ પટેલ સમાજના ગોંડલીયા પરિવાર દ્વારા ગામ સુલતાનપુર જીલ્લો રાજકોટમાં 10 જેટલા બળદગાડા શણગારી જાન પહોંચી હતી. જેથી વરઘોડોમાં અનોખો નજારો ઉભો થયો હતો. જેને જોવા માટે ગામ લોકો ઉત્સુકતાથી આવી રહ્યા હતા..

વિઠ્ઠલભાઈ રાણાભાઈ ગોંડલીયા ના સુપુત્ર ચિ. વિશાલ ના શુભ લગ્ન પ્રસંગે જૂની પ્રથા મુજબ બળદગાડા અને ઘોડા શણગારી જાન સુલતાનપુરના જેન્તીભાઈ ગિરધરભાઈ ભાદાણીને ત્યાં પહોંચી હતી..

વરવધૂના કુંટુંબીજનોએ જણાવ્યું હતું કે જૂની પરંપરા જીવીત રાખવા માટે ગોંડલીયા પરિવાર દ્વારા જાન બળદ ગાડા સાથે આવશે તેમ નક્કી કરાયું હતું. જે મુજબ ગઈકાલે ગોંડલીયા પરિવાર બળદગાડામાં જાન લઈને પહોચ્યું હતું. આ જાનમાં જુની પરંપરા મુજબ શણગારેલા 10 ગાડા સાથે 9 ઘોડા અને 200 જાનૈયા સામેલ હતાં. બળદગાડામાં આવેલી જાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં.

બળદગાડા સાથે અત્યારની યુવા પેઢી દ્વારા સેલ્ફી પાડવા માટે પડાપડી જોવા મળી રહી હતી. બળદગાડા સાથે ફોટા લેવા માટે જબરો ક્રેઝ જોવા મળ્યો હતો..

શણગારેલ બળદગાડા જોવા માટે આજુ બાજુ માંથી લોકો પહોંચી આવ્યા હતા. આ નજારો જોઈને લોકો માં ખુશીનું વાતાવરણ ઊભું થયું હતું..

જુઓ વિડિયો..

 

 

 

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો