ગોંડલના ચાર વિદ્યાર્થીઓએ મલેશીયામાં 8 મિનિટમાં 200 દાખલા ગણી સ્પર્ધામાં નંબર મેળવીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું
9 ડિસેમ્બરે મલેશીયામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની યુસી માસ મેન્ટ એરિથમેટીક સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ગોંડલના બોડા ઓમ તુષારભાઈ, ખીમાણી મિથિલ રાજેશભાઇ, મકવાણા સૌમ્ય નિરવભાઈ અને સોરઠીયા જાનવી રાજેશભાઇ નામના ચાર વિદ્યાર્થીઓએ 8 મિનિટમાં 200 દાખલા ગણવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધન કે કેલ્ક્યુલેટર વગર દાખલા ગણીને બોડા ઓમ અને ખીમાણી મિથિલએ B ગ્રુપમાં પ્રથમ રનર અપ રેન્ક મેળવ્યો હતો. જ્યારે મકવાણા સૌમ્ય નિરવભાઈ અને સોરઠીયા જાનવી રાજેશભાઇએ E કેટેગરીમાં તૃતીય રનર અપ રેન્ક મેળવી ભારતનું ગૌરવ વધાર્યું હતું
આ ચારેય બાળકો 2 મિનિટમાં 100 ગુણાકાર કરી જાણે છે
વિદ્યાર્થીઓને અઘરા લાગતા એવા ગણિત વિષયમાં આ બાળકો માહિર હોય અને માત્ર 2 મિનિટમાં 100 ગુણાકાર કરી જાણે છે. આ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં છેલ્લા ત્રણ મહિનાથી પરફેક્ટ ક્લાસીસના રજનીશ રાજપરા અને તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી અને જેના પરિણામે વિદ્યાર્થીઓએ ગોંડલની સાથોસાથ આંતરરાષ્ટ્રીય ફલક પર ફરી એકવાર ભારત દેશનું નામ ગુંજતું કર્યું છે. ગોંડલ આવતા જ ચારેય વિદ્યાર્થીઓને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
* આ ચારેય બાળકો 2 મિનિટમાં 100 ગુણાકાર કરી જાણે છે
* ગોંડલની સાથોસાથ આંતરરાષ્ટ્રીય ફલક પર ફરી એકવાર ભારત દેશનું નામ ગુંજતું કર્યું
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.
– સમાજમાં રહેલા કુરીવાજની નાબુદી અને અંધશ્રધ્ધાના નિવારણ માટે આટલું ચોક્કસ અમલીકરણ કરવું જોઈએ
– તમાકુની લત છોડવા માટે અપનાઓ આ નાની-નાની ટિપ્સ