માતા-પિતાને આપી અનોખી સરપ્રાઇઝ: 50 વર્ષ પહેલાં જે હોલમાં લગ્ન થયા હતા ત્યાં જ ફરી લગ્ન કરાવી પુત્રે ‘ગોલ્ડન જ્યુબિલી’ યાદગાર બનાવી

અમદાવાદમાં એક અનોખા લગ્ન યોજાઇ ગયાં. અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં રહેતાં 71 વર્ષીય બિઝનેસમેન ભરત ત્રિવેદીનાં પુત્ર નિરવભાઇએ તેમના માતા-પિતાને ફરી ‘લગ્ન’ની સરપ્રાઇઝ ગિફ્ટ આપીને તેમની ગોલ્ડન જ્યુબિલી યાદગાર બનાવી દીધી હતી.

આ લગ્નની ખાસ વાત એ હતી કે 50 વર્ષ પહેલાં કાંકરિયાનાં ઝોરાસ્ટ્રીયન હોલમાં ભરતભાઇ અને તેમનાં પત્ની રાજેશ્વરીબહેનનાં લગ્ન થયા હતાં તે જ હોલમાં તે લગ્ન યોજાયા હતાં. ગેટ ટુ ગેધરનાં બહાને 50 વર્ષ પહેલાંનાં જ લગ્નસ્થળમાં ભવ્ય લગ્ન યોજીને પુત્ર, પુત્રવધૂ અને પૌત્રએ ભરતભાઇ અને રાજેશ્વરીબહેનને સરપ્રાઇઝ આપતાં બંને લાગણીશીલ થઇ ગયા હતાં.

ભરતભાઇ અને રાજેશ્વરી બહેનનાં લગ્ન લવ મેરેજ હતાં. લગ્ન પહેલાં તેઓ જે સ્કૂટર પર ફરતાં હતાં તે 298 નંબરનું સ્કૂટર આજે પણ તેમણે સાચવ્યું છે. લગ્ન બાદ તરત જ રખાયેલા રિસેપ્શનમાં ભરતભાઇ અને રાજેશ્વરીબહેને આ જ સ્કૂટર પર સ્ટેજ પર એન્ટ્રી મારી હતી. ભરતભાઇએ જણાવ્યું હતું કે, અમે બંને સ્કૂલ અને કોલેજથી એકબીજાને જાણતાં હતાં.

પુત્રએ કહ્યું, અમે બે વર્ષથી તૈયારી કરતા હતા પણ મમ્મી પપ્પાને કહ્યું ન હતું. 6 ડીસેમ્બરે તેમની 50મી એનિવર્સરી હતી. તેમને ખાલી ગેટ ટુ ગેધર છે તેમ જણાવ્યું હતું. જો કે અમે ભવ્ય જાન જોડી. જેમાં મારી પત્ની અને પુત્ર વર તરફે રહ્યાં જ્યારે માતા તરફે હું રહ્યો હતો.

50 વર્ષ પૂર્વેની વાનગી રિપિટ કરી
લગ્ન સ્થળ પર 50 વર્ષ પહેલાં જે સ્થિતિમાં લગ્ન થયા હતાં તે નવી પેઢી જોઇ શકે તે માટે તે આલ્બમને મોટી સાઇઝ કરાવીને મૂકાયું હતું. આધુનિક જમણની સાથે અમે તે વખતે વેડમી જેવી વાનગીઓ રાખી હતી તે રિપિટ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો