દેવી ભાગવત પ્રમાણે નવરાત્રિમાં માતા ક્યાં વાહન ઉપર સવાર થઈને આવે છે અને વિદાય લે છે? જાણો અને શેર કરો
દેવી ભાગવત પ્રમાણે આસો સુદ એકમથી નોમ તિથિના નવ દિવસ દેવી પૂજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસોને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે. આ વર્ષે 29 સપ્ટેમ્બર, રવિવારથી શારદીય નવરાત્રિ શરૂ થઇ રહી છે. 8 ઓક્ટોબર, મંગળવારે દશેરા ઉજવવામાં આવશે.
જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદી પ્રમાણે માતા દુર્ગાનું વાહન સિંહ છે, પરંતુ દર નવરાત્રિએ દેવી દુર્ગા પૃથ્વી ઉપર અલગ-અલગ વાહન ઉપર સવાર થઇને આવે છે. દેવી વિવિધ વાહનો ઉપર સવાર થઇને આવે છે. માટે તેમનું અલગ-અલગ શુભ-અશુભ ફળ ઉલ્લેખવામાં આવ્યું છે.
દેવી ભાગવત પ્રમાણે માતા દુર્ગા જે વાહનથી પૃથ્વી પર આવે છે, તેના પ્રમાણે વર્ષભર થતી ઘટનાઓનું પણ આંકલન કરવામાં આવે છે.
तत्तफलम: गजे च जलदा देवी क्षत्र भंग स्तुरंगमे।
नोकायां सर्वसिद्धि स्या ढोलायां मरणंधुवम्।।
દેવી જ્યારે હાથી ઉપર સવાર થઇને આવે છે ત્યારે વધારે વરસાદ વરસે છે. ઘોડા ઉપર થઇને આવે ત્યારે પાડોસી દેશો સાથે યુદ્ધની આશંકા વધી જાય છે. દેવી હોડીમાં સવાર થઇને આવે તો બધાની મનોકામના પૂર્ણ થાય છે. ડોલીમાં સવાર થઇને આવે તો મહામારી એટલે કે મોટા રોગનો ભય બની રહે છે.
शशिसूर्ये गजारूढ़ा शनिभौमे तुरंगमे।
गुरौ शुक्रे चदोलायां बुधे नौका प्रकीर्त्तिता
દેવી ભાગવતના આ શ્લોક પ્રમાણે સોમવાર અને રવિવારે પહેલી પૂજા એટલે કળશ સ્થાપના થવાથી માતા દુર્ગા હાથી ઉપર સવાર થઇને આવે છે. શનિવાર અને મંગળવારે નવરાત્રિ શરૂ થાય તો માતાનું વાહન ઘોડો રહે છે. ગુરૂવાર કે શુક્રવારે નવરાત્રિ શરૂ થાય તો માતા ડોલીમાં બેસીને આવે છે. બુધવારથી નવરાત્રિ શરૂ થાય તો માતા હોડીમાં સવાર થઇને આવે છે.
આ વર્ષે નવરાત્રિની શરૂઆત રવિવારથી થઇ રહી છે. જેથી આ નવરાત્રિમાં માતા હાથી ઉપર સવાર થઇને આવશે. હાથીની સવારી હોવાથી આ વર્ષે દેશમાં અતિવૃષ્ટિની સંભાવના છે. આ વર્ષે શારદીય નવરાત્રિ સુધી વરસાદ વધારે રહેશે. સીઝન વિના વરસાદ થવાની સંભાવના છે.
માં દુર્ગા કયા દિવસે કયા વાહન ઉપર સવાર થઇને વિદાય લે છેઃ-
દેવી ભાગવત પ્રમાણે માતા ક્યા વાહન ઉપર સવાર થઇને વિદાય લેશે તે નવરાત્રિનાં છેલ્લાં દિવસના વારથી નક્કી થાય છે.
शशि सूर्य दिने यदि सा विजया महिषागमने रुज शोककरा।
शनि भौमदिने यदि सा विजया चरणायुध यानि करी विकला।।
बुधशुक्र दिने यदि सा विजया गजवाहन गा शुभ वृष्टिकरा।
सुरराजगुरौ यदि सा विजया नरवाहन गा शुभ सौख्य करा॥
રવિવાર અને સોમવારે દેવી ભેંસની સવારીએ વિદાય લે છે. આ સ્થિતિમાં દેશમાં રોગ અને શોક વધે છે. શનિવાર અને મંગળવારે દેવી કૂકડા પર સવાર થઇને વિદાય લે છે. જેનાથી દુઃખ અને કષ્ટની વૃદ્ધિ થાય છે. બુધવાર અને શુક્રવારે દેવી હાથી પર સવાર થઇને જાય છે. જેથી વરસાદ વધારે થાય છે. ગુરૂવારે માતા ભગવતી મનુષ્યની સવારી દ્વારા વિદાય લે છે. જેના દ્વારા સુખ અને શાંતિની વૃદ્ધિ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..