અમદાવાદ આરટીઓ કચેરીમાં એજન્ટોનું સેટિંગ, ટેસ્ટ આપ્યા વગર રૂ.5,500 આપી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

અમદાવાદ RTOમાં એજન્ટોનું રાજ ચાલતું હોય તેવો વીડિયો સોશિલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં ડ્રાઇવિંગની ટેસ્ટમાં ફેલ થાવ તો પણ રૂ.5500 આપો એટલે એજન્ટો પાસ કરાવી આપવાની ખાતરી આપે છે. આમ અમદાવાદ RTO કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઇ છે. ત્યારે સરકારી કચેરીઓમાં સરકારના પારદર્શકતા દાવાની પોલ વાઈરલ વીડિયોથી ખૂલી ગઈ છે.

ટેસ્ટ પાસ કર્યાનું રિઝલ્ટ મળે પછી જ નાણાં આપવા
અમદાવાદ RTO કચેરી પાસેના વાઈરલ વીડિયોમાં એક નાગરિક લાઇસન્સ માટે વાહન હંકારવાના ટેસ્ટમાં ફેઇલ થતા બે એજન્ટ સેટિંગમાં પાસ કરાવી આપવાની ખાતરી આપીને રૂ.5500 માંગે છે. તેમાં પણ ખાતરી એટલી આપે છે કે વગર ટેસ્ટે માત્ર ફોટો પડાવીને ટેસ્ટ પાસ કર્યાનું રિઝલ્ટ મળે પછી જ નાણાં આપવા કહે છે. ટેસ્ટમાં ફેઇલ થાવ તો પાસ કરાવી આપવાની જવાબદારી પણ એજન્ટ આપે છે. જો કે નાગરિકે તેને આટલી મોટી રકમ આપવાની ના પાડે ત્યારે એજન્ટ આખો દિવસ ઊભા રહેતા હોવાથી કંઇક તો મળવું જોઇએ કહીને રૂ.5500 ની રકમને યોગ્ય જણાવે છે.

બારોબાર સેટિંગથી કરી આપીને બિન્દાસ્ત રોકડી કરી રહ્યા છે
આમ આરટીઓ કચેરી પાસે એજન્ટો ડ્રાઇવિંગના ટેસ્ટ સહિત આરટીઓ કચેરીના કામ બારોબાર સેટિંગથી કરી આપીને બિન્દાસ્ત રોકડી કરી રહ્યા છે. આરટીઓ કચેરીના અધિકારી-કર્મચારીના મેળાપીપણા વિના એજન્ટો બારોબાર સેટીંગ કરી જ ના શકે. તેથી એજન્ટોની સાથે સાઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર આચરતા સરકારી અધિકારી અને કર્મચારીઓ સામે એન્ટિ કરપ્શન બ્યુરો કોઇ કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વાઈરલ વીડિયોમાં એજન્ટ અને નાગરિક વચ્ચેની વાતચીતના અંશો –

નાગરિકઃ એકવાર તો ફેઇલ થયો તો આ બીજી વાર ટેસ્ટ આપું છું

નાગરિકઃ ફેઇલ થઇએ તો સિસ્ટમમાં ઓટોમેટિક ફેઇલનું રિઝલ્ટ બતાવી દેશેને

એજન્ટઃ તમે પાસ થાવ તો જ પૈસા આપવાના,

નાગરિકઃ હા

એજન્ટઃ અમને બધી ખબર પડી જાય, હું કરી આપું છું, સાહેબ ચિંતા ના કરો, તમારે ટ્રાયલમાં પાસ થવાના 5500 રૂપિયા આપવાના, વાહન અડી જાય તો પણ વાંધો નહીં

નાગરિકઃ મે રૂ.3000 તો ઓલરેડી ભરી દીધા છે, 5500 શેના?

એજન્ટઃ તમે જે રૂ.3000 ભર્યા તે ઓનલાઇન બધુ કમ્પલેટ કરી આપ્યું

નાગરિકઃ એટલે મારે હજુ 5500 એકસ્ટ્રા આપવાના

એજન્ટઃ તમારે સેટિંગમાં કરવું હોય તો આપવાના

નાગરિકઃ આટલા બધા હોય, પાસ થવાના પાંચ હજાર રૂપિયા હોય

એજન્ટઃ તમને ડાયરેક્ટ જ કરી આપીશ

નાગરિકઃ ડાયરેક્ટ એટલે, મારે એક્ઝામ આપવા નહીં જવાનું

એજન્ટઃ ના તમારે ચાર જગ્યાએ માત્ર ફોટો પડાવા જવાનું રહેશે

નાગરિકઃ એટલે મારે એકઝામ આપવા તો જવાનું

એજન્ટઃ તમે ફેલ થશો તો તમને પાસ કરાવી આપીશું

નાગરિકઃ પણ રૂપિયા આટલા બધા હોતા હશે

એજન્ટઃ અમે પણ આખો દિવસ ઉભા રહીએ છીએ, અમને પણ કંઇક મળવું જોઇએ

નાગરિકઃ પાસ થવાના 500 કે 1000 હોય આટલા બધા 5500 હોય જ નહીં

એજન્ટ: સારું તમે ફરિવાર ટેસ્ટ આપી દો ના થાય તો અમારી પાસે આવજો

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો