લગ્ન પહેલા દિકરીએ પિતા સમક્ષ મુકી એક માગ, દિકરીએ ભરેલા આ પગલાને ચારે તરફથી આવકાર મળ્યો

બાયડ તાલુકાની બીબીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં ઉપશિક્ષકની દીકરીના લગ્ન પ્રસંગે તેમની દીકરીએ પોતાના પિતાને કહ્યું પહેલા ગરીબ બાળકોને જમાડો પછી જ લગ્ન કરીશ. આ વાત સાંભળી પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઇ ગઇ હતી અને તેમણે બીબીપુરા પ્રાથમિક શાળામાં ગરીબ બાળકોને ભોજન આપ્યું હતુ. શાળાના આચાર્ય અને બાળકોએ તેમની દીકરીના લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

દિકરીના પ્રસ્તાવને ઠૂકરાવી ન શક્યા પિતા, બાયડની દિકરી મિલુના ભરેલા આ પગલાને ચારે તરફથી આવકાર મળ્યો

બાયડ તાલુકાની બીબીપુરા પ્રાથમિક શાળામાં જીજ્ઞેશકુમાર પટેલ (નારાયણ ઇલેક્ટ્રીક) અને બિબિપુરા પ્રા.શાળામાં ફરજ બજાવતા ઉપશિક્ષક સોનલબેન જીજ્ઞેશકુમાર પટેલની દીકરીના લગ્ન પ્રસંગ લગ્નના દિવસે જ લગ્નમાં દિકરી મિલુએ પિતા સામે અનોખો પ્રસ્તાવ મુકી અને કહ્યું પહેલા ગરીબ બાળકોને જમાડો પછી લગ્ન કરીશ. આ વાત સાંભળી પિતાની આંખો હર્ષના આંસુથી ભરાઇ ગઇ હતી.

બાયડની દિકરી મિલુના ભરેલા આ પગલાને ચારે તરફથી આવકાર મળ્યો હતો. જેને લઇ શાળાના બાળકોને ભોજનમાં આપવામાં આવ્યુ હતુ. જેથી બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો. શાળાના આચાર્ય તથા શિક્ષકો અને બાળકોએ તેમની દીકરીના લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો