અમદાવાદ: ટ્રેનમાંથી મળેલી અનાથ બાળકી ક્રાંતિને મળ્યા નવા માતા-પિતા, હવે જશે અમેરિકા
કાલુપુર રેલવે સ્ટેશન પર મળેલી બાળકી હવે તેના નવા માતા-પિતા સાથે અમેરિકા જશે. જૂન 2018માં કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળેલી બાળકીને RPFના જવાને પાલડી શિશુગૃહમાં મોકલી હતી. જ્યાંથી અમેરિકાના એક દંપતીએ દત્તક લીધી હતી. હવે આ બાળકી દોઢ વર્ષની થઈ ગઈ છે ત્યારે તેના નવા માતા-પિતા અને બહેન સાથે અમેરિકા જઈ રહી છે.
પોતાના બાળક પહેલા અન્ય બાળકને દત્તક લેવાની ઈચ્છા હતી
અમેરિકાના ન્યુજર્સીમાં રહેલા કપલની ઇચ્છા હતી કે તેમનું બાળક આવે તે પહેલા તે એક બાળકને દત્તક લેવું છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે બાળકીને દત્તક લેવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાતના ગવર્નર આચાર્ય દેવ વ્રત, ચાઈલ્ડ વેલફેર કમિટીના અધિકરીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કપલે દત્તક લીધેલી બાળકીને ક્રાંતિ મોહન નામ આપ્યું છે.
ક્રાંતિની માતા મૂળ મોરબીની અને પિતા કેરળના છે
ક્રાંતિના પિતા શ્યામ મોહન મૂળ કેરળના છે અને તેમનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયો છે ત્યારે માતા પાયલ મૂળ મોરબીના વતની છે. શ્યામ ઈમિગ્રેશન અને કન્સલ્ટન્સી ફર્મ ચલાવે છે. આ દંપતી બાળકીને દત્તક લઈને ઘણાં જ ખુશ છે. ક્રાંતિની માતા પાયલે જણાવ્યું કે, અમે સતત ક્રાંતિ સાથે વીડિયો કોલ પર વાતો કરતા હતા. અમે વારંવાર ભારતની મુલાકાત લેતા રહીશું, અને અમે તેને પણ ભારત સાથેનો સંબંધ જળવાઈ રહે તેવા પ્રયાસ કરીશું.
બાળકી તેના નવા પરિવાર સાથે ભળી ગઈ છે: શીશુ ગૃહના સુપ્રીટેન્ડન્ટ
શીશુ ગૃહના સુપ્રિટેન્ડન્ટ રિતેશ દવે જણાવે છે કે, બાળકી તેના નવા પરિવાર સાથે ભળી ગઈ છે. મહત્વનું છે કે, દંપતીનું બાળક આવ્યું તે પહેલાથી જ તેમણે બાળકને દત્તક લેવાનો નિર્ણય કરી લીધો હતો. 2019નું આ ચોથું ઈન્ટરનેશનલ અડોપ્શન છે અને 2004થી અત્યાર સુધીમાં કુલ 269 બાળકોને દત્તક લેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.