Alert : બાળકીએ 5 રૂપિયાની કુલ્ફી ખાધી, 1 કલાક બાદ આવ્યું ભયંકર રિએક્શન, શરીરની ચામડી બળી ગઈ
જો આપનું બાળક કુલ્ફી માટે જિદ્દ કરે તો સમજી વિચારીને તેની જિદ્દ પૂરી કરજો, પંજાબના તરનતારના મરહાણાની બાળકીને લારીની કુલ્ફી ખાવી બહુ ભારે પડી. કુલ્ફી ખાધા બાદ બાળકીના શરીરની ચામડી બળી ગઈ. કુલ્ફીનું આવું ભયંકર રિલેકશન? વાત ગળે ઉતરે તેવી નથી પરંતુ આ હકીકત છે. આ પાંચ રૂપિયાની કુલ્ફીના કારણે બાળકીના ઇલાજમાં અત્યાર સુધીમાં 4 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે. જો કે બાળકીની હાલત હજુ પણ ગંભીર છે.
તરનતારનના મરહાણા ગામની 5 વર્ષિય બાળકી રામસંદીપ કૌરે લારીમાંથી 5 રૂપિયાની કુલ્ફી ખરીદીને ખાધી હતી. કુલ્ફી ખાધાના એક કલાક બાદ તેની ચામડી બળવા લાગી. આગમાં જે રીતે ચામડી બળી જાય તેવી જ રીતે બાળકીના આખા શરીરની ચામડી બળી ગઈ. બાળકીની હાલતને જોતાં તેને તાત્કાલિક ગુરૂનાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીં સ્કિન વોર્ડમાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે. તેના ઇલાજમાં અત્યાર સુધીમાં 4 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે પરંતુ બાળકીની હાલત હજુ ગંભીર છે.
પંજાબના પંડોરીમાં બની ઘટના
બાળકીના પિતા તરસેમ સિંહે જણાવ્યું કે, “બાળકી તેના નાનીના ઘરે ગઈ હતી. અહીં બાળકો શેરીમાં રમી રહ્યાં હતા. આ સમય દરમિયાન કુલ્ફીની લારીવાળો શેરીમાંથી પસાર થયો. બાળકોએ કુલ્ફી ખાવાની જિદ્દ કરી. બાળકની જિદ્દને વશ થઇને રામસંદીપને ઓરેંજ ફ્લેવરની અને અન્ય બાળકોને આઇસ્ક્રિમના કપ અપાવ્યાં હતાં. કુલ્ફી ખાધા બાદ બાળકીને અચાનક ઊંઘ આવવા લાગી અને તે સૂઈ ગઇ. એક કલાક બાદ તે ઉઠી તો તેની હાલત જોઈએ બધા જ ચોંકી ગયા. તેની સ્કિન ફાટી ગઈ હતી અને તેમાંથી લોહી નીકળતું હતું. આ જોઈને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તો તેના આખા શરીરની સ્કિન બળી ગઈ હતી”
ડોક્ટરે ઇન્ફેકશનનું કારણ દર્શાવ્યું
-તરસેમ સિંહે જણાવ્યું કે, ડોક્ટરે તપાસ કરીને જણાવ્યું હતું કે તેના આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે. બાળકીને તાત્કાલિક અમૃતસરની પ્રાઇવેટ હોસ્પિટલમાં રીફર કરી દીધી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, તેના શરીર કોઇ ઝેરી પદાર્થ જતો રહ્યો છે, જેના કારણે ત્વચા બળી ગઈ છે. હાલ બાળકી સ્કિન વોર્ડમાં એડમિટ છે અને તેની સારવાર ચાલી રહી છે.
-સ્કિન વોર્ડના ઇન્ચાર્જ ડો. એસકે મલ્હોત્રાએ જણાવ્યું કે, “બાળકીને સ્કિન ઇન્ફેકશન થયું છે. પરિવારજનોના જણાવ્યાં મુજબ બાળકીએ કુલ્ફી ખાધી હતી. ઘણી વખત ખાદ્ય પદાર્થમાં ઉમેરાતાં રંગોમાં કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થાય છે. જેનું રિએક્શન આ પ્રકારનું આવી શકે છે.