અમદાવાદમાં યુવતીને પ્રેમલગ્ન કરવાની મળી સજા- ફોનમાં છેલ્લે કહ્યું: ‘મને પિયરથી લઈ જા, મારા માતાપિતા આપઘાત કરવાનું કહે છે’

અમદાવાદ શહેરમાં (Ahmedabad) રહેતી એક યુવતીએ આપઘાત (Girl suicide) કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. તેણે જે યુવક સાથે લગ્ન કર્યા હતા તેની સાથે છેલ્લે તે વાત કરતી હતી અને મને બચાવી લે તેવું કીધાં બાદ અચાનક ફોનમાંથી અવાજ આવવાનો બંધ થઈ ગયો હતો. જેથી કાંઈક બન્યુ હોવાનું માની પોલીસને આ યુવકે જાણ કરી હતી. જેથી પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે, યુવતીએ પ્રેમ લગ્ન કરતા (love marriage) તેના માતા પિતા, દાદી અને મોટા પપ્પા અલગ જ્ઞાતિનો યુવક હોવાનું કહી તેને ત્રાસ આપતા હતા અને લગ્ન બાદ છૂટાછેડાના (divorce) કાગળો પર યુવક સાથે સહીઓ કરાવી આ યુવતીને પરિવારજનો ત્રાસ આપતા હતા.

પાડોશી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો
મૂળ મહેસાણા અને હાલ માણસા ખાતે રહેતો કૃણાલ સુથાર છેલ્લા સવા મહિનાથી ભાડાના મકાનમાં રહે છે. આજથી સવા મહિના અગાઉ તેના પરિવાર સાથે ચાંદખેડા ખાતે પાંચેક વર્ષ સુધી રહ્યો હતો. તે દરમિયાન ચારેક વર્ષ પહેલા પાડોશમાં રહેતી કંચનબા વાઘેલા નામની યુવતી સાથે તે સંપર્કમાં આવ્યો હતો અને બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ બંધાયા બાદ બંને એકબીજાને મળતા હતા અને ફોન પર વાત કરતા હતા. જે બાબતની જાણ બંનેના પરિવારને ન હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ભાગીને કર્યા હતા લગ્ન
બાદમાં બંને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને કંચનને તેના ઘરે લગ્ન બાબતે જાણ કરવાનું કહેતા કંચને આપણી જ્ઞાતિ અલગ હોવાથી ઘરવાળા આપણાં સંબંધ નહીં સ્વીકારે અને જાનથી મારી નાખશે જેથી આપણે ભાગીને લગ્ન કરવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી આજથી આશરે બે મહિના અગાઉ કુણાલ અને કંચન બા ઘરેથી ભાગી ગયા હતા અને ઉસ્માનપુરા ખાતે મેરેજ બ્યૂરોમાં લગ્ન કર્યા હતા અને બાદમાં બરોડા ખાતે પાદરા વિસ્તારમાં રહેવા માટે ગયા હતા.

છોકરીના પરિવારે આપી ધમકી
આ દરમિયાન કુણાલના પરિવારજનો ગામડે હતા અને થોડાક દિવસ બાદ કૃણાલના પિતાએ જણાવ્યું કે, કંચનના પિતાજી ભરત સિંહ વાઘેલા તથા તેના કુટુંબીજનો તેઓના ત્યાં આવ્યા હતા અને કહ્યું હતું કે, આપણી જ્ઞાતિ અલગ છે મારી દીકરી મને પાછી લાવી દો નહીં તો તમને જાનથી મારી નાખીશું. જો તમે મારી દીકરી પાછી લાવી દેશો તો અમે તમને તથા તમારા દીકરાને કંઈ નહીં કરીએ અને આપણે છુટાછેડા લઈશું. જેથી તેમના પિતા તેઓને લેવા આવ્યા હોવાનું જણાવતા કૃણાલ અને તેની પત્ની ગભરાઈ ગયા હતા

કંચનબાએ કૃણાલને કર્યો ફોન
બાદમાં કંચન બાને તેના પિતાજીને સહી સલામત સોંપી દીધી હતી. ત્યારબાદ કંચનના મોટા પપ્પા કુણાલના ગામડે છુટાછેડાના પેપર લઈને સરપંચના ઘરે આવ્યા હતા અને કૃણાલે છૂટાછેડાના પેપરમાં સહી કરી હતી. જે બાદ આજથી દસેક દિવસ અગાઉ આ કંચને ફોન કરી કુણાલનો સંપર્ક કર્યો હતો અને બંનેની વાતચીત ચાલતી હતી. ત્યારે કંચને જણાવ્યું કે, મારા ઘરવાળા મને ખૂબ જ હેરાન કરે છે અને મને કહે છે કે તું આત્મહત્યા કરી લે, તું તારો રસ્તો કરી લે કાં તો અમે અમારો રસ્તો કરી લઈએ. બાદમાં બુધવારે સવારે દસેક વાગ્યાના આસપાસ કંચને કુણાલને ફોન કર્યો હતો અને જણાવ્યું કે પપ્પા મમ્મીને કહીને ગયા હતા કે, તું કંચનને પેલા ઘરે લઈ જજે. જેથી હું અને મમ્મી મારા મોટા પપ્પાના ઘરે આવ્યા છીએ.

ફોનમાં અચાનક અવાજ બંધ થઇ ગયો
તો મને કોઈપણ રીતે લઈ જા ઘરવાળા મને હેરાન કરે છે. આટલું કહ્યા બાદ કંચનનો ફોન ચાલુ રહી ગયો હતો અને ફોનમાં આ કંચનને તેની માતા તથા દાદી અને મોટા પપ્પા તું તારો રસ્તો કરી લે જેથી કરીને હું મારો રસ્તો આજે કરી લઈશ અને સવાર નહિ પડવા દઉં એવું કહ્યું હતું. થોડા સમય બાદ આ કંચનની બૂમાબૂમનો અવાજ આવ્યો હતો અને તેનો અવાજ અચાનક બંધ થઈ ગયો હતો. જેથી કૃણાલ ગભરાઈ ગયો હતો કંચન સાથે કઈ ઘટના બની હોવાનું લાગતાં તેને પોલીસને જાણ કરી હતી.

પરિવાર સામે ગુનો નોંધાયો
બાદમાં પોલીસે કંચનના મોટા પપ્પાના ગંગાસાગર સોસાયટી ખાતે જઈને તપાસ કરતા કંચને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. કંચને તેના માતા-પિતા દાદા-દાદી તથા મોટા પપ્પાના માનસિક ત્રાસથી કંટાળી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે બાબતે હવે પોલીસે આ ચારેય લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો