નવસારીમાં ગેસ ગીઝરના કારણે ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિનીનું મોત, નહાવા ગઈ પણ લાંબા સમય સુધી બહાર ન આવતા અંદર જોયું તો બેભાન અવસ્થામાં પડી હતી
ઘણા લોકો તેમના ઘરે ગરમ પાણી કરવા માટે ગીઝરનો ઉપયોગ કરતા હોય છે. પણ જો તમે પણ તમારા ઘરમાં પણ ગેસ ગીઝર છો તો તમારે પણ સર્તક રહેવાની જરૂર છે. કારણે કે ક્યારેક નાનકડું ગેસ ગીઝર તમારા પરિવારના સભ્યોને મુશ્કેલીમાં મૂકી શકે છે. નવસારીના એક ગામમાં ગેસ ગીઝરના કારણે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર નવસારીમાં ચંદ્રવાસણ સુપા નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં આવેલા નવા ફળિયામાં વિરલ પટેલ નામના વ્યક્તિ તેમના પરિવારના સભ્યોની સાથે રહે છે. વિરલ પટેલને સંતાનમાં એક એનીકા નામની દીકરી હતી. એનીકા ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરી રહી હતી અને તે ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી. એનીકા ઉત્તરાયણના દિવસે બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી. એનીકા બાથરૂમમાં ગયા બાદ લાબા સમય સુધી બાથરૂમમાંથી બહાર આવી નહોતી. તેથી પરિવારના સાભ્યો ચિંતિત થઇ ગયા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો એનીકાને બોલાવવા માટે બાથરૂમ પાસે ગયા હતા. તેમને દીકરીને બાથરૂમમાંથી બહાર આવવા માટે બૂમો પાડી હતી. પણ એનીકા બાથરૂમમાંથી બહાર આવી નહોતી.
તેથી કંઇક અજુગતું થયું હોવાનો વહેમ રાખીને પરિવારના સભ્યોએ બાથરૂમનો દરવાજો તોડી નાંખ્યો હતો. ત્યારબાદ જોયું તો એનીકા બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડી હતી. તેથી પરિવારના સભ્યો અને પાડોશીઓ તાત્કાલિક એનીકાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબ દ્વારા એનીકાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેનું મોત થયું હતું. ત્યારબાદ પરિવારના સભ્યોએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બાથરૂમમાં જે ગેસ ગીઝર ફીટ કરવામાં આવ્યું હતું તેમાંથી ગેસ લીકેજ થઈ રહ્યો હતો.
એનીકાનું મોત બાથરૂમમાં ફીટ કરવામાં આવેલા ગેસ ગીઝરમાંથી નીકળતા ગેસથી ગુંગણામણના કારણે થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. સમગ્ર મામલે વિજલપોર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને એનીકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મહત્ત્વની વાત છે કે, એનીકા ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી. તેને ધોરણ 10માં 93.06 ટકા આવ્યા હતા અને તે ડૉક્ટર બનવા માગતી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના પહેલા બીલીમોરામાં પણ એક ઇલેક્ટ્રિક ગીઝરના કારણે મેડીકલનો અભ્યાસ કરતી એક યુવતીનું મોત થયું હતું. આ યુવતી નાહવા ગઈ તે સમયે ઇલેક્ટ્રિક ગીઝરમાંથી કરંટ પસાર થયો હતો અને ત્યારબાદ કરંટના કારણે તેનું મોત થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..