આ છે ગીરની ‘લાયન ક્વીન’ જેણે 1100 જેટલાં જંગલી પ્રાણીઓને કર્યા છે રેસ્ક્યૂ, જાણો વિગતે
ગીરની લાયન ક્વીન તરીકે ઓળખાતી રસિલા વાઢેર 2008માં લાઈમ લાઈટમાં આવી હતી, જ્યારે તે ગીર નેશનલ પાર્કની પ્રથમ મહિલા ફોરેસ્ટ ગાર્ડ બની હતી. તેના અદમ્ય સાહસ અને જંગલી પ્રાણીઓનાં રેસ્ક્યૂને કારણે તેને દુનિયાભરમાં પ્રશંસા મળી હતી. હવે 33 વર્ષીય રસિલા વાઢેરને ગીર નેશનલ પાર્કમાં રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટના હેડ બનાવવામાં આવ્યા છે.
22 વર્ષ પહેલાં જ્યારે રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરાઈ હતી ત્યારથી કોઈપણ મહિલા આ પોસ્ટ પર રહી નથી. રસિલા વાઢેર રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટમાં એવી પ્રથમ મહિલા છે કે જે હેડ બન્યા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી એમ ચાર જિલ્લામાં એક વર્ષમાં 700થી પણ વધારે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.
એક દાયકા સુધીના કેરિયરમાં રસીલા વાઢેરે 1100 જેટલાં જંગલી પ્રાણીઓને રેસ્ક્યૂ કર્યા છે. અને હવે તે રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટને હેડ કરશે અને રેસ્ક્યૂના તમામ ઓપરેશન ઉપર દેખરેખ રાખશે. અને હવે સિંહ માનવીય વસાહતની વધારે નજીક પહોંચી જતાં આ તેમનાં માટે એક ચેલેન્જ સમાન હશે. ગીરમાં તે 18 ટ્રેકર સાથેની ટીમને લીડ કરે છે. પણ તેમની જોબ ફક્ત ચાર જિલ્લા સુધી જ સીમિત નથી.
2 મહિના પહેલાં જ રસિલા વાઢેરને સેન્ચુરી ઈન્સ્પેક્ટર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા. વાઢેરે કહ્યું કે, ગુજરાતમાં જ્યાં પણ રેસ્ક્યૂનો કોલ આવે છે, અને કોઈ એક્સપર્ટ ઉપલબ્ધ નથી હોતાં ત્યારે અમારી ટીમ એ સ્થળોએ પહોંચીને રેસ્કયુ ઓપરેશન હાથ ધરે છે. 2008માં વાઢેરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં બેક ઓફિસની કામગીરી સોંપાઈ હતી. પણ ફિલ્ડ જોબની તીવ્ર ઈચ્છાને કારણે તેણે ફોરેસ્ટ ગાર્ડની જગ્યા માટે એપ્લાય કર્યું હતું અને બાદમાં તે સિલેક્ટ પણ થઈ ગઈ હતી.
વાઢેર કહ્યું કે, મારી નોકરી 24 કલાકની છે. અને તમે ક્યારેય જાણી શકતાં નથી કે ક્યારે અને ક્યાં શું થશે. આ ઉપરાંત વાઢેરને નવ મહિનાનો એક પુત્ર પણ છે. અને જ્યારે ઘરે કોઈ તેની દેખરેખ કરનાર ન હોય ત્યારે વાઢેર પોતાના પુત્રને લઈને રેસ્ક્યૂ ઓપરેશન માટે જાય છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.