કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું: કાશ્મીરમાં જે થયું તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે મહાત્મા ગાંધીને સૌથી મોટા હિન્દુ અને ધર્મનિરપેક્ષ વ્યક્તિ ગણાવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં જે કંઈ થયું, તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર છે. જેણે તમામ હિન્દુઓ, કાશ્મીરી પંડિતો, કાશ્મીરી મુસ્લિમોને અસર કરી છે.
ગુલામ નબી આઝાદે કહ્યું કે, રાજનીતિક પાર્ટી ધર્મ, જાતિ અને અન્ય બાબતોના આધારે 24 કલાક ભાગલા પાડવાનું કામ કરી શકે છે. હું કોઈ પણ પાર્ટીને માફ નથી કરી રહ્યો. લોકોએ સમાજમાં સાથે રહેવું જોઈએ. જાતિ, ધર્મ વિના તમામ લોકોને ન્યાય મળવો જ જોઈએ.
#WATCH …Political parties may create a divide 24×7 on basis of religion, caste & other things; I'm not forgiving any party incl mine…Civil society should stay together. Justice must be given to everyone irrespective of caste, religion: Ghulam N Azad, Cong at an event in Jammu pic.twitter.com/2OCo76ny4x
— ANI (@ANI) March 20, 2022
હકીકતમાં બૉલિવૂડ ફિલ્મ ધી કાશ્મીર ફાઈલ્સના પગલે જમ્મુ-કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોના પલાયનનો મુદ્દો છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ પર રાજકારણ ગરમાઈ રહ્યું છે.
તાજેતરમાં શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, કાશ્મીર પર એક ફિલ્મ બની છે, પરંતુ તેમાં સચ્ચાઈ છૂપાવવામાં આવી છે. કાશ્મીર જેા સંવેદનશીલ મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નથી. આ ફિલ્મમાં અનેક જૂઠી કહાની વર્ણવામાં આવી છે.
ભાજપ આ ફિલ્મનો પ્રચાર કરી રહી છે, તો ભાજપના સમર્થક આ ફિલ્મ જોવા જવાના જ છે. હવે ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવશે અને ફિલ્મના ડિરેક્ટરને પદ્મશ્રી પણ મળશે.
જણાવી દઈએ કે, ધી કાશ્મીર ફાઈલ્સમ ફિલ્મને વિવેક અગ્નિહોત્રીએ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારોએ કામ કર્યું છે. બૉક્સ ઑફિસ પર આ ફિલ્મનો ગ્રાફ રોકેટ ગતિઓ ઉપર ચડી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થયાના દોઢ સપ્તાહમાં જ આ ફિલ્મ 150 કરોડની ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. અત્યાર સુધી આ ફિલ્મે 141 કરોડ 25 લાખ રૂપિયાનું કલેક્શન કરી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..