પરંપરાગત પાકને બદલે આધુનિક ખેતીની સાથે મધ ઉછેર કરતા જેતપુરના નવાગઢના ખેડૂત ઘનશ્યામભાઈ કમાણી.
જેતપુર – કહેવાય છે કે ખેડૂત હવે માત્ર ને માત્ર ખેતી આધારિત રહ્યો નથી, એ હવે નત નવા નુંશખા અપનાવતો થયો છે, ખેતી ના પાક ની સાથે સાથે ખેતર માં અન્ય નુશખા અપનાવી ખેડૂત અત્યારે એમની આગવી સોચ નો ઉપયોગ કરી રહ્યો છે, સામાન્ય રીતે ખેડૂતો વર્ષો થી પરમ્પરાગત ખેતી જ કરતા આવ્યા છે પરંતુ હવે આધુનિક ટેકનોલોજી નો વ્યાપ વધ્યો છે ત્યારે એ ટેક્નોલોજીને પણ ખેતી માં અપનાવી જોઈએ. જેથી ઓછા ખર્ચે અને ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી આવક માં ઘરઘમ વધારો મેળવી સકાય છે.
ત્યારે જેતપુર ના ખેડૂત ઘનશ્યામ ભાઈ કમાણી તેમની જમીન માં ખેતી ની સાથે સાથે ૬૦ બોક્સ માં મધમાખી ના ઉછેર નું કાર્ય કરી રહ્યા છે અને વર્ષે ૪ લાખ ૫૦ હાજર થી વધુ ઉત્પાદન મેળવે છે સાથે ફ્લેવર વાળું મધ એકઠું કરે છે. એમની સાથે વિસ્તૃત વાત કરતા એમને જણાવ્યું કે અમે અમારા ખેતર માં ધાણા – વરીયાળી અને અજમા નું ઉત્પાદન કરીએ છીએ સાથે એ મુજબ એમના ફુલ માં મધમાખી ચૂસન કરવા માટે આવે માટે પોલીનેશન થવાથી એ પાક નું ઉત્પાદન પણ વધુ થાય છે અને મધમાખી દ્વારા જે મધ બને છે એ પણ ફ્લેવર વાળું બને છે.
રાજસ્થાન થી બોક્ષ મંગાવવામાં આવે છે, અને હાલ માં ૬૦ બોક્ષ આ ખેડૂતે એમના ખેતર માં લગાવ્યા છે અત્યારે એ મધ હોલ સેલર ને અને રીટેલર ને આપે છે વર્ષે ખેતી ની આવક ની સાથે સાથે એ મધ ની આવક માં પણ મબલખ કમાણી કરે છે.
મધ ઉછેર માટે દરોરજ ના ૨ વ્યક્તિ દરરોજ કામ કરે છે લોકો માં ફ્લેવર નો ખાસ આગ્રહ રહેતા આ ખેડૂત ખાસ ફ્લેવર વાળું મધ ઉત્પાદન કરે છે. આમ આ ખેડૂત પાક ના ઉત્પાદન સાથે ઓછા રોકાણે મધ માંથી બહુ મોટી રકમ કમાય છે.
વધુ માહિતી માટે – ઘનશયમભાઈ કમાણી – ૭૪૮૭૮ ૮૮૮૮૧.
અહેવાલ – હાર્દિક સોરઠીયા