શહીદ મેજરના પત્ની પોતાનાં પતિને શ્રદ્ધાંજલી આપવા જોડાશે આર્મીમાં, મહેનત કરીને પરિક્ષામાં ટોપ કર્યું,

પોતાના પતિ જે આર્મીમાં મેજર હતા અને શહીદ થઈ ગયા તેને શ્રદ્ધાંજલિ આપવા માટે તેની પત્ની ગૌરી મહાડિકે સેનામાં જોડાવાનું નક્કી કર્યું. ગૌરીએ સ્ટાફ સિલેક્શન કમીશનની પરિક્ષા પાસ કરી અને તેમાં ટોપ રેંક મેળવી. ગૌરીએ કહ્યું કે એ ક્ષણ તેના માટે ગર્વની હશે જ્યારે તે પોતાના પતિનો જ યુનિફોર્મ સ્ટાર્સ સાથે પહેરશે. તેમણે વધુમાં કહ્યું કે તેના પતિ હંમેશા તેણીને હસતી અને ખુશ જોવા માગતા હતા આથી જ્યારે તે હવે આર્મીમાં જોડાશે તો તેણીને જે ખુશી સેનામાં મળશે તે બીજા કશામાં નહીં પડે.

મેજર પ્રસાદ મહાડિકનું પોસ્ટીંગ અરુણાચલ ખાતે હતુ. તવાંગમાં પોતે સેનામાં ફરજ બજાવી રહ્યા હતા. 30 ડિસેમ્બર,2017ના રોજ ઉગ્રવાદીઓ દ્વારા હુમલો કરાયો અને તેમાં મેજર પ્રસાદ મહાડિક શહીદ થઈ ગયા.

ડિસેમ્બર 2017ના વર્ષમાં ગૌરી અને મેજર પ્રસાદના લગ્ન થયા હતા. મેજર મહાડિક ભારતીય સેનામાં બિહાર રેજિમેન્ટમાં અધિકારી હતા. ઉગ્રવાદીયો સાથેની લડાઈમાં તે શહીદ થઈ ગયા અને તેના 10 દિવસ બાદ જ તેની પત્નીએ આર્મીમાં જોવાનું નક્કી કરી લીધું હતું.

ઓફિસર ટ્રેનિંગ એકેડમી ચેન્નઈમાં તાલીમ પુર્ણ થયા બાદ ગૌરી લેફ્ટનન્ટ તરીકે સૈન્યમાં શામેલ થશે. ગોરી મહાડિકે જણાંવ્યું છે કે, નોન-ટેક્નિકલ કેડરમાં મને લેફ્ટનન્ટની પોસ્ટ પર નિયુક્ત કરાશે.

SSB પરિક્ષા રક્ષાકર્મીઓની વિધવાઓ માટે યોજાઈ હતી. બેંગ્લોર,ભોપાલ અને ઇલાહાબદમાં 16 ઉમેદવારોએ પરિક્ષા પાસ કરી હતી. એપ્રિલ 2019થી ગૌરીની 49 સપ્તાહની તાલીમ શરૂ થશે. ત્યારબાદ તે માર્ચ 2020માં સેનામાં સામેલ થશે.

વર્ષ 2015માં ગૌરીએ પ્રસાદ મહાડિક સાથે લગ્ન કર્યા હતાં. જે મહારાષ્ટ્રનાં વિરારમાં પોતાનાં સાસરામાં રહે છે. પોતાનાં પતિ શહિદ થયા પછી ગૌરીએ સેનામાં ભરતી થવા માટે પરિક્ષાની તૈયારી કરી હતી. આ માટે તેણે વર્લીનાં એક લો ફર્મની નોકરી પણ છોડી દિધી હતી. ગૌરીએ કંપની સેક્રેટરીની પરિક્ષા પાસ કરી છે.

ગૌરીએ જણાંવ્યું કે માર્ચ 2012માં ચેન્નઈમાં OTAમાં તાલીમ પુર્ણ કર્યા પછી પ્રસાદ મહાડિક ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતાં. પ્રસાદ બિહાર રેજીમેન્ટની સાતમી બટાલિયનનાં સૌથી શ્રેષ્ઠ અધિકારીઓ પૈકીનાં એક હતાં.

પતિનાં શહિદ થયા બાદ ડિફેન્સ સર્વિસની પરિક્ષા પાસ કર્યાની જાણકારી ગૌરી મહાડિકે પોતાની ફેસબુક પોસ્ટમાં આપી હતી. ગૌરી એ જણાંવ્યું છે કે, હું અને પ્રસાદ 22 ફેબ્રુઆરી 2014નાં રોજ મિત્ર બન્યા હતાં. ઠિક પાંચ વર્ષ પછી મને તમારી મૈત્રીનો અનુભવ થયો. સંયોગ એક વખત થાય પરંતુ આપણા માટે બે વખત સંયોગ થયો. મને પણ તે જ ચેસ્ટ નંબર-*28 મળ્યો અને તમામ ઇન્ટરવ્યૂમાં 45(9) પ્લસ માર્ક્સ મળ્યાં. તમારી જન્મ તારીખ મારા માટે મહત્વપૂર્ણ છે. બિહાર રેજીમેન્ટની સાતમી બટાલિયનનાં મેજર પ્રસાદ મહાડિકની પત્નિ તરીકે ઓળખાવું એ મારા માટે ગૌરવની વાત છે. માર્ચ 2020માં હું લેફ્ટનન્ટ ગૌરી પ્રસાદ મહાડિક તરીકે ઓળખાઈશ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો