ગાંધીનગરના યુવકનું ઓસ્ટ્રેલિયામાં મોત, મૃતદેહને પરત મોકલવા ભારતીય સમુદાયે ફાળો એકઠો કર્યો, મોતનું કારણ અકબંધ

ફરી એક વાર ભારતીય યુવકનું વિદેશી ધરતી પર મોત થયુ હોવાના માઠા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં રહેતા યુવકનું ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મોત થયા યુવકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે મહત્વનું છે કે, આ યુવક તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા ખાતે અભ્યાસ કરવા માટે ગયો હતો. ત્યારે તેના મોતના સમાચાર સાંભળીને પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બીજી તરફ, યુવકના મૃતદેહને માદરે વતન પહોંચાડવા માટે ફાળો પણ એકઠો કરવામાં આવ્યો છે.

મૃતક યુવક ગાંધીનગરના માણસાના પડુસમાનો વતની છે. 22 વર્ષીય યુવક જય ભરત પટેલ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે અભ્યાસ માટે ગયો હતો. ત્યારે શુક્રવારે બપોરે તેનું કોઈ કારણોસર મોત નીપજ્યું હતું. યુવકનું મોત કયા કારણોસર નીપજ્યુ તે હજુ સુધી જાણવા મળ્યુ નથી. તેના મોતનું કારણ અકબંધ છે અને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે. યુવકના મૃતદેહને માદરે વતન પરત મોકલવા માટે કામગીરી ચાલી રહી છે. મૃતદેહને પરત મોકલવા માટે લોકો ફાળો એકઠો કરી રહ્યા છે.

મહત્વનું છે કે, ભારતીય સમુદાયે અડધો કલાકમાં 20 હજાર ડૉલર જેટલી રકમ ઉઘરાવી હતી. બીજી તરફ, મૃતક જયના પરિવારને મદદ કરવા માટે પણ આહ્વાન કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં ભારતીય સમુદાયે 43 હજાર ડૉલરથી પણ વધુનું ભંડોણ એકત્ર કર્યુ હતુ. મહત્વનું છે કે, સોમવારે મૃતક જય પટેલનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું સાચુ કારણ સામે આવશે.

યુવક સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે અભ્યાસ કરવા માટે ગયો હતો. ત્યારે શુક્રવારે બપોરે તેનું મોત થયુ હોવાના સમાચાર મળ્યા હતા. જુવાનજોધ દીકરાનું મોત થયુ હોવાના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ત્યારે હાલ યુવકના મૃતદેહને વતન લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતીય સમુદાયના લોકો પણ યુવકની મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે સોમવારે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો