ગાંધીનગર નવજાત બાળકીનો કેસ પોલીસે ઉકેલ્યો: ફોઈના દીકરાએ બહેન પર આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતાં આરોપીની પત્નીએ કરાવી ડિલિવરી

ગાંધીનગરના ઉનાલી ગામે ત્રણેક દિવસ અગાઉ એક નવજાત બાળકી મળી આવી હતી. આ કેસ મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે નવજાત બાળકીની ત્યજીને જતી રહેનાર સગીરાને શોધી કાઢી હતી. જે બાદ સગીરાની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ફોઈના દીકરાએ સગીર બહેન પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. અને જે બાદ તેને ગર્ભ રહી ગયો હતો અને 28 ફેબ્રુઆરી 2022ના રોજ જ્યારે સગીરાને પેટમાં દુઃખાવો ઉપડ્યો તો આરોપીની પત્નીએ સગીરાની ડિલિવરી કરાવી હતી અને નવજાત બાળકીને ચૂપચાપ ઉનાલી ગામે આવેલ ખુલ્લી જગ્યામાં ત્યજી દીધી હતી. આ મામલે પોલીસે આરોપી સહિત તેની પત્ની અને માતા-પિતા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, 28 ફેબ્રુઆરી 2022ના રોજ ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલાં ઉનાલી ગામમાં એક નવજાત બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા બાળકીની માતાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, નવજાત બાળકીને ત્યજી દેનાર માતા રાચરડા ગામે આવેલાં એક ફાર્મ હાઉસમાં રહે છે. જે બાદ પોલીસ દ્વારા આ ફાર્મ હાઉસની તપાસ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ ટીમ ઘરે પહોંચી ત્યારે આગળ એક કિશોરી ગોદડી ઓઢીને સૂતેલી હતી. કિશોરી હોવાને કારણે પોલીસ દ્વારા તેના માતા-પિતાની હાજરીમાં સગીરાની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ પૂછપરછમાં સગીરાએ કબૂલાત કરી હતી કે, ઉનાલા ગામે ત્યજી દીધેલી નવજાત બાળકી તેની જ છે. આ ઉપરાંત વધુમાં કિશોરીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના કલોલના ઉનાલી ગામે રહેતાં ફોઈ ગીતા કનુજી ઠાકોરના ઘરે રહેતી હતી અને ત્યાં જ અભ્યાસ કરીને મોટી થઈ હતી. જો કે દોઢેક વર્ષ પહેલાં ફોઈના દીકરા દિલીપ કનુજી ઠાકોરે સગીરા પર લોભ લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યા હતા. જેને કારણે તેને ગર્ભ રહી ગયો હતો.

આ દરમિયાન 28 ફેબ્રુઆરી 2022ના રોજ સગીરાને પેટમાં દુઃખાવો થતાં દિલીપ અને તેના પત્ની જયાબહેને સગીરાની ડિલિવરી કરાવી હતી. જે બાદ બાળકીનો જન્મ થયો હતો. નવજાત બાળકીને સગીરાના ફોઈ ગીતાબહેન, તેમનો દીકરો દિલીપ અને તેની પત્ની જયાબહેને ઉનાલી ગામે ગીતાબહેનના ઘરની પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યાએ ત્યજી દીધી હતી. અને બાદમાં તેઓએ સગીરાને તેના માતા-પિતાને ઘરે મોકલી દીધી હતી.

આ મામલે પોલીસે જણાવ્યું છે કે, કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરી તેમજ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી દિલીપ ઠાકોર, તેના પત્ની જયાબહેન ઠાકોર, તેમજ માતા ગીતા ઠાકોર અને પિતા કનુજી ઠાકોર સામે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો