પટેલ પરિવારની લગ્ન પ્રસંગે અનોખી પહેલ
દરેક પરીવાર માટે લગ્નનો પ્રસંગ એ મહત્વનો પ્રસંગ ગણાંય છે. લોકો પોતાની પ્રતિષ્ઠા મુજબ પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન મોટા પાયે અનેે ભવ્ય રીતે કરતા હોય છે. ગમઢા પરીવારે તેમના પુત્રના લગ્ન અવસરે પર્યાવરણની જાળવણી અને ગામને હરીયાળુ કરવાના સંકલ્પના સથવારે અને નવીન અભિગમ સાથે ગમઢા પરીવારના પુત્ર જેન્તીના શુભલગ્ન કરવામાં આવ્યા હતા .
જેન્તીભાઈ 10 વર્ષથી ખેતી પર્યાવરણની પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. જેમા રોપા વિતરણ, વૃક્ષારોપણ અને જતન, જળસંગ્રહ અભિયાન, તિલક હોળી, પક્ષીસંવર્ધન માટે ચકલી માળા, ચબુતરા વિતરણ, પ્રકૃતિ શિબિર, સ્વચ્છતા જેવી અનેકવિધ પ્રવૃતિઓ કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ખેતી માટે પ્રોત્સાહન અને ટ્રેનીંગ પણ આપે છે.
તા.08-03-2018 ના રોજ જેન્તીના શુભ લગ્ન હતા , તો પરિવારે નવીન અભિગમ સાથે સંકલ્પ પર્યાવરણ માટે કંઈક કરવાનો વિચાર કર્યો અને સહર્ષ દરેકે આ વિચાર વધાવી લીધેલ જેમા આવતા ચોમાસામાં 50 ગામમાં એક ગામ દીઠ 200 નંગ ફળાઉ રોપા જેવા કે જામફળ,સીતાફળ,લીંબુ,દાડમ વગેરેનું સત્યમ સારવાર કેન્દ્ર અને નવરંગ નેચર કલબના સહયોગથી વિતરણ કરવાનું નક્કી કરેલ. 5000 નંગ કલમીરોપા જેવાકે કલમી આંબા, કાલપતી ચીકુ, લોટણ નાળીયેરી પાંચ ગામમાં 30 ટકા ના ભાવે વિતરણ કરવાનું નક્કી કરેલ અડધી કિંમતે 25000 ચકલી ઘરનું વિતરણ ગામડાની પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવશે. પાંચ પ્રકૃતિ અનુભૂતિ શિબિરોનું આયોજન ગીરનાર ડુંગર પર યોજવાનું નક્કી કરેલ છે.
પર્યાવરણ પાછળ પુરતા પ્રમાણમાં રૂપિયા વાપરવાનું નક્કી કરેલ છે.જેન્તી તથા શીતલના લગ્ન પ્રસંગે પણ ચકલીના માળ તથા પ્સાસ્ટીક ચબુતરાનું વિતરણ કરી સાથે 200 જંગલી વૃક્ષોના રોપાનું વિતરણ ગીફટરૂપે કરેલ તેઓ કહે છે કે અમારા પરિવારમાં પર્યાવરણ વીર વી.ડી.બલાનો સહયોગ મળી રહ્યો છે. પર્યાવરણ માટે વાસ્તવિક કામ કરતા ગમઢા પરીવાર ગ્રામજનો માટે કંઈકને કંઈક પર્યાવરણ પ્રવૃતિ કરતા રહે છે અને ગ્રામજનો, બાળકો, તથા આસપાસના ગામોમાં આવી પ્રવૃતિ સતત થતી રહે તે માટે પ્રયત્નશીલ રહે છે. ચકલીના માળા અને પ્લાસ્ટીક ચબુતરા, કુંડા તથમ પક્ષીઓને ચણ આપવા તેઓ ઘેરથી શરુઆત કરી છે તેમ ગમઢા જેન્તીભાઈ, ગમઢા પ્રવિણભાઈ, ગમઢા ભાવનાબેન, ટીલાળા ધીરૂભાઈ, વિ.ડિ બાલા અને ભંડેરી સંદિપભાઈ એ જણાવ્યુ છે.
ચિરંજીવી જયંતીભાઈ ગમઢા (રે-જેતાકુબા, તા-લોધિકા) ના સમાજ ને પ્રેરણા આપતા લગ્ન ની વિશિષ્ટતા
૧) ચક્લીઘર માં ૧૦૦૦ કંકોત્રી છપાવી
૨) ગામડા માં કંકોત્રી સાથે કેસર કલમી આંબા ના રોપા આપેલ
૩) શહેર માં ગુલાબ ના રોપા આપેલ
૪) આવતા ચોમાશા માં ૫૦ ગામ મા, ગામ દીઠ ૨૦૦ રોપા(જામફળ, સીતાફળ, લીંબુ, દાડમ) વિનામૂલ્યે સ્કૂલો માં વિતરણ
૫) ૫૦૦૦ કલમી રોપા ૩૦% ની રકમ માં ૧૦ તાલુકા મથકે વિતરણ
૬) ૨૫,૦૦૦ ચક્લીઘર અડધી કિંમતે (રૂ-૫ માં) વિતરણ કરશું.