ઓનલાઈન ગેમની માયાજાળમાં ફસાતા ધામખડીના યુવાનનો આપઘાત: સુસાઇડનોટમાં લખ્યું, ‘રમી ગો એપમાં મારી સાથે ફ્રોડ થયું, મેં 4 લાખ ગુમાવ્યા, માટે જીવન ટૂંકાવું છું’
મહુવા તાલુકાના ધામખડીના 24 વર્ષીય યુવાન અંકિત જીવણભાઈ પટેલે ઓનલાઈન ગેમની માયાજાળમાં ફસાઈ ચૂક્યો હતો. ઓનલાઈન ગેમમાં મોટું દેવું થઈ ગયું અને ચિંતામાં ને ચિંતામાં જીવન ટૂંકાવવાનો અંતિમ નિર્ણય લીધો. ત્યારે તેની સુસાઇડનોટ મળી આવી હતી, જેમાં તેણે વ્યથા ઠાલવી હતી. જોકે મૃતક યુવાનનાં પરિવારજનોએ યુવાનના મોત અંગે અનેક શંકા વ્યક્ત કરી હતી. હ્રદયને કંપાવનારી વિગત તો એ છે કે મૃતક યુવાનનાં માતા-પિતા બન્ને મૂકબધિર છે.
મૂકબધિર માતા-પિતાએ ઓનલાઈન ગેમના પાપે એકના એક વહાલસોયા દીકરાને ગુમાવવાનું દર્દ સહન કરવું પડ્યું છે.ઓનલાઈન ગેમના ચક્કરમાં ફસાતાં ચિંતામાં આ દુનિયા છોડવાનો અંતિમ નિર્ણય લેતાં પહેલા અંકિતકુમાર પટેલે પોતાની વ્યથા સુસાઇડનોટના સ્વરૂપમાં કાગળ પર રજૂ કરી હતી. હાલ તો આ બનાવ વાલીઓ માટે ચેતવણીરૂપ છે. જોકે યુવાનના મોત અંગે ગ્રામજનો અને પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી. હાલ યુવાનના મોત અંગે અનેક તર્કવિતર્કો ચર્ચાઈ રહ્યા છે.ત્યારે પોલીસે સુસાઈડનોટ મેળવી એ દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
યુવાને લખેલી સુસાઇડનોટ
I am Really Sorry, મને બો સમજાવ્યા છતાં પણ મેં નઇ સુધર્યો. ગેમ રમવાનું ચાલુ રાખ્યું. એ જ ગેમ મારું અંતનું કારણ બની ગયું. રમી ગો એપ્લિકેશન એ મારી સાથે froud કરીને મારી પાસેથી અત્યારસુધીમાં 4 લાખ રૂપિયા લઈ લીધા. બધી લોન લેવાઈ ગઈ ભૂલમાં.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..