શિયાળો આવતા જ શરદી-ખાંસીથી બચવા અપનાવો આ ઉપાયો, આ 7 નેચરલ વસ્તુઓ અપનાવી મેળવો શરદી-ખાંસી સામે રક્ષણ
શિયાળાની ઋતુમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે ખાંસી, શરદી અને તાવ જેવી મુશ્કેલીઓ વધારે જોવા મળે છે.
મોટાભાગે લોકોને શિયાળો ખૂબ પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કો આ સિઝન તમારી સાથે ઘણી બિમારીઓને લઈને પણ આવે છે. શિયાળાની ઋતુમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે ખાંસી, શરદી અને તાવ જેવી મુશ્કેલીઓ વધારે જોવા મળે છે. ઠંડીમાં ઈમ્યૂનિટી સ્લો થવાના કારણે પણ આપણું શરીર આ બિમારીઓથી લડી નથી શકતું. આવો તમને 7 એવી નેચરલ વસ્તુઓ વિશે જણાવીએ જે શિયાળામાં આવી બિમારીઓથી આપણને રક્ષણ આપે છે.
આદૂ
એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર આદુ પોતાના એન્ટીમાઈક્રોબિયલ અને એન્ટી કેન્સરી તત્વો માટે જાણીતું છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ઉપકા આવવાની દિક્કતથી રાહત અપાવે છે જે ફ્લૂમાં ખૂબ કોમન છે. વાયરલ ઈન્ફેક્શનથી બચવા માટે તમે આદુ સહિત અમુક મસાલાઓને પાણીમાં ગરમ કરીને તેનું સેવન કરી શકો છો.
મધ
મધમાં મળી આવતા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીમાઈક્રોબિયલ કમ્પાઉન્ડના કારણે તેનો શિયાળામાં ખૂબ ઉપયોગ થાય છે. આ ન ફક્ત આપણી બોડીને હાઈડ્રેડ રાખે છે. પરંતુ ઈમ્યૂન સિસ્ટમને પણ સ્વસ્થ્ય રાખે છે. તેમાં હાજર એન્ટીબેન્ક્ટેરિયલ તત્વ આપણને ખાંસી અને ગળામાં ખીચખીચમાં રાહત આપે છે. તમે નવશેકા પાણીમાં લીંબૂની સાથે તેનું સેવન કરી શકો છો.
લસણ
શાકભાજીનો સ્વાદ વધારવા માટે લસણનો ઉપયોગ કરવામાં આવે છે. શરદી, ખાંસીથી બચવા માટે તેનું સેવન ફાયદા કારક છે. લસણમાં કેલ્શિયમ, પોટેશિયન અને સલ્ફ્યુરિક કમ્પાઉન્ડ હોય છે જે ઈન્ફેક્શન ફેલાવતા બેક્ટેરિયાથી છુટકારો આપવામાં મદદ કરે છે. તેનાથી આપણું ઈમ્યુન ફંક્શન પણ સારૂ રહે છે.
ચિકન સુપ
શિયાળામાં ચિકન સૂપ પણ એક હેલ્દી અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. તે ન ફક્ત પચાવવામાં સરળ છે, પરંતુ તેમાં હાજર મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન અને કેલેરીથી આપણા શરીરને ઘમો ફાયદો થાય છે. આ ઈલેક્ટ્રોલાઈટ્સ અને ફ્લૂડ્સ પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે જે તાવ અને છાતીમાં કફની સમસ્યાથી રાહત આપે છે.
યોગર્ટ
યોગર્ટમાં કેલ્શિયમ, વિટામિન, મિનરલ્સ, પ્રોટીન સહિત ઘણા પ્રકારની પ્રોબાયોટિક પ્રોપર્ટીઝ મળી આવે છે. આ દરેક વસ્તુ મળીને આપણી ઈમ્યુન સિસ્ટમને સારી બનાવે છે અને કોમન કોલ્ડના જોખમને ઓછુ કરે છે. જોકે શિયાળામાં તેનું ખૂબ સાવધાનીથી ઉપયોગ કરવો જોઈએ. જો તમને કફની તકલીફ છે તો તેનાથી દૂર રહેવામાં ભલાઈ છે.
ઓટ્સ
શું તમે જાણો છો કો ઓટ્સમાં પાણીમાં ભળી જાય તેવા ફાયબર હોય છે જે આપણી કાર્ડિએક હેલ્થને બૂસ્ટ કરવાનુ કામ કરે છે. તેમાં હાજર ઝિંક ઈમ્યુન સિસ્ટમને સારી બનાવે છે. ડાયટિશન કહે છે કે તેમાં હાજર ફાઈબર આંતરડામાં ઈન્ફ્લેમેશનની સમસ્યાથી રાહત આપે છે જે પેટને લગતી સમસ્યાઓ માટે જવાબદાર છે.
કેળા
કેળામાં પાણીમાં ભળીજાય તેવું ફાયબર હોય છે જે આપણા ડાયઝેશનને ઠીક કરવાનું કામ કરે છે. કોલ્ડથી લડી શકે તેવા તમામ ન્યૂટ્રિએડ્સ અને કેલેરીઝ તેમાં હોય છે. જોકે અમુક લોકોમાં ભ્રમ હોય છે કે કેળું ખાવાથી શરદી વધી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..