લીલા મરચાની તીખી ચટણી ઘરે જ બનાવો, ખાવાની પડશે મજા- જાણો બનાવવાની સરળ રીત
ખાસ કરીને કેટલાક લોકોને ભોજનની સાથે ચટણી ખાવાનો શોક હોય છે. તમે ઘરે અનેક ચટણી પણ બનાવતા હશો તો આજે અમે તમારા માટે લીલા મરચાની ચટણી કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને મિનિટોમાં બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય લીલા મરચાની ચટણી…
સામગ્રી
- ૧૫ નંગ – બારીક સમારેલા લીલા મરચા
- ૩ ચમચી – ચણા દાળ
- ૧/૨ ચમચી – આદુ સમારેલું
- ૭-૮- લીમડો
- ૧ ચમચી – સૂકુ નારિયેળ ( ખમણેલુ )
- ૧ કપ – બારીક સમારેલી કોથમીર
- ૩ ચમચી – તેલ
- ૧ ચમચી લીંબુનો રસ
- ૧ ચમચી – ખાંડ
- સ્વાદાનુસાર – મીઠું
- જરૂરિયાત મુજબ – પાણી
બનાવવાની રીત
સૌ પ્રથમ એક કડાઇમાં ધીમી આંચ પર તેલ ગરમ કરો. તેલ ગરમ થતા જ તેમા ચણાની દાળ ઉમેરીને એક બે મિનિટ સુધી શેકી લો. હવે તે બાદ તેમા લીમડો, અને લીલા મરચા ઉમેરીને બે મિનિટ સાંતળી લો હવે તેમા નારિયેળ અને આદુ ઉમેરીને પણ સાંતળી લો. બંધી વસ્તુ બરાબર સાંતળી લો એટલે ગેસની આંચ બંધ કરી લો અને તેને ઠંડુ થવા માટે રાખી દો. તે ઠડું થાય એટલે તેમા ખાંડ, મીઠું, લીંબુનો રસ, કોથમીર અને પાણી ઉમેરીને મિક્સરમાં બરાબર પીસી લો. તૈયાર છે લીલા મરચાની ચટણી.. તેના ભોજનની સાથે સર્વ કરો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..