માતા-પિતા માટે ચેતવણી સમાન ઘટના, સુરતમાં તાવની ગોળી શ્વાસનળીમાં ફસાઈ જતા માસૂમ બાળકીનું મોત

સુરત શહેરમાં માતા પિતા માટે એક ચેતવણી સમાન ઘટના સામે આવી છે. લિંબાયતમાં 5 વર્ષની બાળકીને તાવ આવતા ડોક્ટરે આપેલી દવા ગળતી વખતે શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકીનું મોત થયું છે. શ્વાસ રૂંધાયા બાદ બેભાન હાલતમાં સિવિલ ખસેડાતા બાળકીને મૃત જાહેર કરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબાયતના મારૂતિનગ રૂસ્તમનગર ખાતે રહેતા બિલાલ અન્સારી પરિવારમાં અચાનક દુખનો પહાડ તૂટી પડ્યો, જ્યારે બાળકીને તાવની દવા આપવામાં આવી. બાળકો માટે આમ તો સીરપ દવા જ ડોક્ટરો આપતા હોય છે. પરંતુ, નજીકના ક્લિનિકમાંથી બાળકીના તાવ માટે દવાની ટીકડી લાવ્યા હતા. જે ટીકડી ખાતા બાળકીના ગળામાં ભરાઈ ગઈ અને શ્વાસ રૂંધાતા બાળકીનું મોત નિપજ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વિગતે ઘટનાની વાત કરીએ તો, લિંબાયતના મારૂતિ નગરમાં રૂસ્તમપાર્ક ખાતે રહેતા બિલાલ અન્સારી સાડી ફોલ્ડીંગનું કામ કરે છે. તેમની પુત્રી મુસ્કાન(ઉ.વ.5)ને બુધવારે તાવ આવ્યો હતો. જેથી નજીકના ક્લિનિકમાંથી દવા લઈ આવ્યા હતા. મંગળવારે રાત્રે દવા લીધા બાદ મુસ્કાનની તબિયતમાં સુધારો પણ થયો હતો. બુધવારે સવારે મુસ્કાને દવાખાનેથી આપેલી દવાની ટીકડી જાતે જ ગળવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દવાની ટીકડી તેના ગળામાં શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી અને શ્વાસ રૂંધાવાના કારણે તે અચાનક બેભાન થઈ ગઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાના બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

બનાવની જાણ થતા લિંબાયત પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. જોકે પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાનો ઈનકાર કરતા આખરે પોલીસે નોંધ કરી પોસ્ટમોર્ટમ વિના જ મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો. મહત્વની વાત એ છે કે, નાના બાળકોને તાવ, ઉધરસ કે અન્ય બિમારી માટે સીરપ આપવામાં આવે છે, અથવા જો દવાની ટીકડી (ગોળી) આપવામાં આવે તો, માતા-પિતા તેને ઓગાળીને આપતા હોય છે, પરંતુ બાળકીએ જાતે દવા ગળી લેતા આ દુર્ઘટના બની છે. બાળકો માસૂમ હોય છે, જેથી કેટલીકવાર એવી હરકત કરી બેસે છે કે, જીવ જોખમમાં મુકાઈ જાય, જેથી માતા પિતા માટે ચેતવણી સમાન આ કિસ્સો માનવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો